જાન્યુઆરી 26, 2025 7:39 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 7:39 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું

આજે રાષ્ટ્ર 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું. સમારોહની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાતથી થઈ, જ્યાં તેમણે શહીદ નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરેડમાં મુખ્ય મહેમાન રહેલા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સાથે એક બગીમાં કર્તવ્ય પથ પર પહોંચ્યા. રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો, ત્યા...

જાન્યુઆરી 26, 2025 7:26 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 7:26 પી એમ(PM)

views 11

વિવિધ દેશોના નેતાઓએ ભારતને તેના 76માં પ્રજાસત્તાક દિવસ પર અભિનંદન પાઠવ્યા

વિવિધ દેશોના નેતાઓએ ભારતને તેના 76મા પ્રજાસત્તાક દિવસ પર અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે માલદીવ હંમેશા ભારત સાથે મિત્રતા અને સહયોગના મજબૂત બંધનોને જાળવી રાખશે, જે પરસ્પર વિશ્વાસ, આદર અને સમજણ પર આધારિત છે. તેના જવાબમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી ભાગીદારી અંગેની તેમની લાગણીને સંપૂર્ણપણે શેર કરે છે. ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબગેએ તેમના સંદેશમાં કહ્યું કે ...

જાન્યુઆરી 26, 2025 6:27 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 6:27 પી એમ(PM)

views 7

દ્વારકાધીશ મંદિરના શિખર પર ત્રિરંગી ધ્વજા લહેરાવવામાં આવી

પોરબંદરમાં 76માં પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરાઇ. શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરાયું. આ પ્રસંગે નાગરિકો અને ક્લબના સભ્યોએ ધ્વજવંદનમાં સહભાગી બની ગૌરવની લાગણી અનુભવી હતી. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિરના શિખર પર ત્રિરંગી ધ્વજા લહેરાવવામાં આવી. ઉચ્ચ શિખર પર ત્રિરંગી ધ્વજા લહેરાવવામાં આવતા ભક્તિમય માહોલ વચ્ચે દ્વારકા દેશભક્તિના રંગે રંગાયું હતું.

જાન્યુઆરી 26, 2025 6:19 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 6:19 પી એમ(PM)

views 3

અભિનેતા આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

બોલિવુડનાં જાણીતા અભિનેતા આમિર ખાન આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી બન્યાં હતાં. તેમણે ગાંધીજીને પ્રિય ખાદીમાંથી બનાવેલ વસ્ત્રો ધારણ કર્યાં હતાં. અને ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ તેઓ પ્રદર્શન ગેલેરી નિહાળવા ગયાં હતાં. અને ત્યાંથી ડેમનું નિર્દશન કર્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રાચીન સ્થળો તો અનેક છે, પણ આવું મોર્ડન સ્થળ પ્રથમ વખત જોયું છે. રાષ્ટ્રીય પર્વના દિવસે જ અહીં આવી શક્યો એ માટે પોતાને ભાગ્યશાળી માને છે.

જાન્યુઆરી 26, 2025 6:15 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 6:15 પી એમ(PM)

views 6

રાજ્યભરમાં આન, બાન, શાન સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી

અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને ઈસનપુર ખાતે ધ્વજવંદન કર્યું હતું. આકાશવાણીમાં પણ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આકાશવાણી અમદાવાદનાં DDG અને હેડ ઓફ ઓફિસ શ્રી એલ.એન. ચૌહાણે ધ્વજવંદન કર્યું હતું. તેમની સાથે ટૂંક સમયમાં નિવૃત થનાર અધિકારીઓ જેમ કે, સહાયક નિદેશક શ્રી મૌલીન મુન્શી, CBS અમદાવાદનાં કાર્યક્રમ વડા શ્રી યતિન દવે, ઈજનેર ઉપનિદેશક શ્રી એસ.સી. બુંદેલા સહિત વિવિધ કર્મચારીઓએ ધ્વજવંદન કર્યું હતું. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ. જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંક...

જાન્યુઆરી 26, 2025 5:58 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 5:58 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના દ્રશ્યો શેર કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2025ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના દ્રશ્યો શેર કરતા તેને ભારતની વિવિધતામાં એકતાનું જીવંત પ્રદર્શન ગણાવ્યું. તેમણે ઉમેર્યું કે ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા X પર અલગ અલગ પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું: “પ્રજાસત્તાક દિવસ ઉજવણી 2025ની ઝલક… ભારતની વિવિધતામાં એકતાનું જીવંત પ્રદર્શન. ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું. જીવંત ટેબ્લો આપણા રાજ્યોની સમૃદ્ધ પરંપરાઓનું પ્ર...

જાન્યુઆરી 26, 2025 2:54 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 2:54 પી એમ(PM)

views 8

રાજ્ય સહિત દેશભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી

રાજ્ય સહિત દેશભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ખેડા જિલ્લાનાં કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. રાજકોટ- રાજકોટ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોટડા સાંગાણીમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી. જ્યારે શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલ ખાતે દેશભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. ભરૂચ- ભરૂચ જિલ્લા કક્ષાની દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણીમાં ...

જાન્યુઆરી 26, 2025 2:44 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 2:44 પી એમ(PM)

views 6

તાપી: વાલોડ તાલુકામાં 76માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં 76માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઇ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ત્રિરંગો ફરકાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ રાજ્યની કલા અને સંસ્કૃતિને પ્રસ્તુત કરતાં આકર્ષક ટેબ્લો રજૂ કરાયા હતા. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, માર્ચ પાસ્ટ, ડોગ-અશ્વ શો સહિત જવાનોના અવનવા કરતબોએ પ્રેક્ષકોને અચંબિત કર્યા હતાં. ગુજરાત પોલીસના 225 કલાકાર કર્મીઓએ હાલાર રાસ સહિતની અનેક કૃતિઓ રજૂ કરી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્કૃષ્ઠ પ...

જાન્યુઆરી 26, 2025 2:07 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 2:07 પી એમ(PM)

views 27

પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા ઝલક જોવા મળી

નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા અને સૈન્ય તાકાતની ઝલક જોવા મળી હતી. આ પરેડમાં ગુજરાતની ‘સ્વર્ણિમ ભારત- વારસા અને વિકાસ’ની ઝાંખી જોવા મળી. જ્યારે પશ્ચિમ બંગાળની ઝાંખીમાં રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટતા અને કલાત્મક પરંપરાઓ જોવા મળી. જ્યારે ભારતીય હવામાન વિભાગ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની ઝાંખી પણ આ પરેડમાં જોડાઈ હતી. મધ્યપ્રદેશ ’70 સાલ બાદ ચિત્તાઓં કી ઐતિહાસિક વાપસી’ની ઝાંખી જોવા મળી હતી. ઉપરાંત ભારતીય તટરક્ષક, DRDOની ઝાંખી રક...

જાન્યુઆરી 26, 2025 2:00 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 2:00 પી એમ(PM)

views 7

લક્ષદ્વીપ: સલાહકાર સંદીપ કુમારે રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કર્યું

લક્ષદ્વીપમાં કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસકના સલાહકાર સંદીપ કુમારે રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કર્યું. કેન્દ્રીય અનામત પોલીસ દળ -સીઆરપીએફ, ઈન્ડિયા રિઝર્વ બટાલિયન, લક્ષદ્વીપ પોલીસ, રાષ્ટ્રીય છાત્રસેના- એનસીસીએ પરેડમાં ભાગ લીધો. દ્વીપ સમૂહના બાકીના નવ વસાહતી ટાપુઓમાં પણ આ ઉજવણી કરવામાં આવી.