સપ્ટેમ્બર 22, 2024 12:03 પી એમ(PM) સપ્ટેમ્બર 22, 2024 12:03 પી એમ(PM)

views 15

ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું, અશ્વિને 6 વિકેટ ઝડપી

ભારતે પ્રવાસી બાંગ્લાદેશને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 280 રનથી હરાવીને ઐતિહાસિક જિત મેળવી છે. બાંગ્લાદેશની ટીમ ચોથા દિવસે પોતાના બીજા દાવમાં 234 રનમાં સમેટાઇ ગઈ હતી. ભારતે બાંગ્લાદેશને 515 રનનો મોટો અને અઘરો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતના રવિચંદ્રન અશ્વિને 6 અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ મેચ આગામી તા. 27 સપ્ટેમ્બરે કાનપુરમાં રમાશે.