જૂન 27, 2025 8:31 એ એમ (AM) જૂન 27, 2025 8:31 એ એમ (AM)

views 8

આજે ભાવનગર, આણંદ અને પેટલાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે

રાજ્યમાં કેટલાંક સ્થળોએ આજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ શહેરમાં ઇસ્કોન દ્વારા 21મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કોન મંદિર, વલ્લભ વિદ્યાનગર દ્વારા ભાવિકોને 50 હજાર સાઠા પ્રસાદના પેકેટ અને વિદ્યાનગર શાસ્ત્રી ગ્રાઉન્ડમાં 11 હજાર ભાવિકોને ભોજન-પ્રસાદ આપવામાં આવશે. આ રથયાત્રા આજે બપોરે 2:30 કલાકે પ્રસ્થાન થનારી યાત્રાનું મુખ્ય આકર્ષણ રંગોળી તેમજ હાથી અને હરિનામ કીર્તન છે. આ ઉપરાંત પેટલાદ ખાતે છેલ્લા 100 વર્ષથી નીકળતી રણછોડજી મંદિરની રથયાત્રાનું બપોરે એક કલાકે પ્રસ્થાન કરવામાં...

જૂન 27, 2025 8:29 એ એમ (AM) જૂન 27, 2025 8:29 એ એમ (AM)

views 8

અમદાવાદમાં ભારે ઉલ્લાસ અને શ્રધ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં ભારે ઉલ્લાસ અને શ્રધ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી હતી. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સહકારી રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિર ખાતે પહિંદ વિધી કરાવ્યા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલદેવજીનાં રથે પ્રસ્થાન કર્યું હતું. આ અગાઉ ભગવાન જગન્નાથને પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં ...

જૂન 24, 2025 9:07 એ એમ (AM) જૂન 24, 2025 9:07 એ એમ (AM)

views 11

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નિકળશે

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ યોજાશે. રથયાત્રામાં 18 ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડવાજાવાળા સાથે ભગવાન જગન્નાથ આનંદ અને ઉત્સાહ સાથે નગરયાત્રા કરશે.. હરિદ્વાર અયોધ્યા નાસિક, ઉજજૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી બે હજાર 500 જેટલા સાધુ-સંતો આવશે. જમાલપુર જગન્નાથ મંદિરની વેબ-સાઇટ www.jagannathjiahd.org ઉપર રથયાત્રાના ઓન લાઈન દર્શન થશે. ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રથયાત્રા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પરંપરાગત રીતે 27 જૂનને અષ...

જુલાઇ 8, 2024 8:11 એ એમ (AM) જુલાઇ 8, 2024 8:11 એ એમ (AM)

views 1

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

રાજ્યભરમાં ગઇકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે ધાર્મિક હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજ્યના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. મુખ્ય રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેથી યોજાઇ હતી. મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ અને રથનું પૂજન કરી પહિંદ વિધિ કરી હતી. ભગવાના રથની સોનાની સાવરણીથી પહિંદવિધિ સંપન્ન કરી મુખ્યમંત્રીએ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. મુખ્યમંત્રી રથયાત્રાને સાચા અર્થમાં લોકઉત્...