ડિસેમ્બર 14, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 6:55 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રણોત્સવનો વિધિવત આરંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કચ્છના ધોરડોના સફેદ રણ ખાતે રણોત્સવનો વિધિવત આરંભ કરાવશે. ભૂપેન્દ્ર પટેલ રણોત્સવનો આરંભ કરવા સાથે અહીં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. સોમવારે સફેદ રણમાં સૂર્યાસ્તનો નઝારો નિહાળ્યા બાદ કોરિક્રિક ખાતે ચેરિયાના જંગલ વિસ્તારનું વિસ્તૃતિકરણના કાર્યોનું લોકાર્પણ કરશે.

નવેમ્બર 11, 2024 9:52 એ એમ (AM) નવેમ્બર 11, 2024 9:52 એ એમ (AM)

views 13

આજથી ધોરડો ખાતે કચ્છ રણોત્સવનો પ્રારંભ થશે

કચ્છના સફેદ રણ ધોરડોમાં આજથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થશે. જો કે, આજથી માત્ર ટેન્ટસિટી શરૂ કરવામાં આવશે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો – ક્રાફટ બજાર વિગેરે આગામી પહેલી ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 7.42 લાખથી વધુ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની સંભાવનાના પગલે પરમિટ માટે ચાર નવી ટીકીટ બારી શરૂ કરવામાં આવી છે. આ સાથે ભૂજ થી ધોરડો સુધી બસો દોડાવવાનું પણ આયોજન કરાયું છે.