જાન્યુઆરી 3, 2025 10:00 એ એમ (AM)

views 14

આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, આ રમતોત્સવ માટે 71 લાખ 30 હજાર 834 રમતવીરોનું રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન થયું છે. આવતીકાલે સાંજે યોજાનાર શુભારંભ સમારોહમાં રાજ્ય સરકારના મંત્રીઓ કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા તથા હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તતિઓ રજૂ કરવામાં આવશે તથા ખેલ મહાકુંભ 2.0માં વિજેતા બનેલી શ્રેષ્ઠ ત્રણ શાળા, મહાનગરપાલિકા તથા જિલ્લાઓનું સન્માન કરવામાં આવશે.

જાન્યુઆરી 3, 2025 9:46 એ એમ (AM)

views 10

આવતીકાલે રાજકોટમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 980.37 કરોડના એસટીના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ

રાજકોટ ખાતે આવતીકાલે ગૃહ અને વાહન વ્યવહાર વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રૂ.૯૮૦.૩૭ લાખ રૂપિયાના ખર્ચે એસ.ટી નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે. આ કામોમાં અંદાજીત ૬૩૭.૩૭ લાખના ખર્ચે આકાર પામેલ એસ.ટી. વિભાગીય કચેરી,ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવીન ૮ હાઈટેક વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે. આરામદાયક લેધર પુશબેક સીટ, સી.સી.ટી.વી. કેમેરા, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી, ફાયરસેફ્ટી માટે અદ્યતન સ્પ્રીંકલ સિસ્ટમ, સ્મોક ડીટેકટર અલાર્મ, એલ.ઈ.ડી. ટી.વી., એક્ઝ...

ડિસેમ્બર 29, 2024 8:34 એ એમ (AM)

views 15

દર્દીઓને મહત્તમ દવાઓ હોસ્પિટલ મળે અને બહારથી દવા ન લખાય તે માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચના

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓને મહત્તમ દવા હોસ્પિટલમાંથી જ મળી રહે અને બહારની દવા માટે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન લખાય તે માટે તાકીદ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈ કાલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હોસ્પિટલની વિવિધ બિલ્ડિંગમાં આરોગ્યલક્ષી સારવાર તેમજ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં આરોગ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી.  આરોગ્ય મંત્રી પટેલ સિવિલ હોસ્પિટલ પરિસરમાં દર્દીઓના સગાઓને પણ મળ્યા હતા અને તેઓની ...

જુલાઇ 29, 2024 10:59 એ એમ (AM)

views 8

મુંદરા કસ્ટમ વિભાગે રાજકોટ સ્થિત વેપારી દ્વારા નિકાસ માટે લઇ જવાતા 110 કરોડ રૂપિયાના માદક દવાના જથ્થાને પકડી પાડ્યો

મુંદરા કસ્ટમ વિભાગે રાજકોટ સ્થિત વેપારી દ્વારા નિકાસ માટે લઈ જવાતા 110 કરોડ રૂપિયાના માદક દવાના જથ્થાને પકડી પાડ્યો હતો. મુંદરા કસ્ટમ વિભાગની સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચની ગુપ્ત બાતમી પરથી સક્રિય બનેલી કસ્ટમ અધિકારીની ટીમે 68 લાખ ગોળીનો આંતરરાષ્ટ્રીય બજારમાં 110 કરોડ રૂપિયાની કિંમતનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જંગી જથ્થો જપ્ત કરીને કસ્ટમ અધિકારીઓએ રાજકોટ, ગાંધીનગર તેમજ ગાંધીધામ સુધી તપાસ લંબાવી હતી.

જુલાઇ 12, 2024 9:59 એ એમ (AM)

views 12

આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત છે. ગત ચોવીસ કલાકમાં સુરતના કામરેજમાં, વલસાડ જિલ્લાના ઉમરગામમાં તથા આણંદના બોરસદ ખાતે સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરત, નવસારી, વડોદરામાં, અંદાજિત દોઢથી સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહેસાણા, પંચમહાલ, ગીર સોમનાથ અને છોટાઉદેપુર ખાતે સૌથી ઓછો વરસાદ હોવાના અહેવાલો છે, તો ગઇકાલે ભાવનગરના પાલીતાણા પંથકના ઘોઘામાં વીજળી પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે. ઘોઘા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી ...