ઓગસ્ટ 22, 2024 12:23 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 12:23 પી એમ(PM)

views 14

રાજ્યમાં હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. રાજ્યમા આજે પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ, સૌથી વધારે 71 મિલીમીટર વરસાદ આણંદના ખંભાત તાલુકામાં વરસ્યો હતો. જ્...

ઓગસ્ટ 5, 2024 10:26 એ એમ (AM) ઓગસ્ટ 5, 2024 10:26 એ એમ (AM)

views 7

વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જીલ્લામાં સાંબેલાઘાર વરસાદના પગલે પૂરની સ્થિતિ

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જીલ્લાઓમાં બારેમેઘ ખાંગા થયા છે.. સાંબેલાધાર વરસાદને કારણે આ તમામ જીલ્લોઓની નદીઓમાં ઘૂડાપૂરની સ્થિતિ સર્જાઇ છે.. ડાંગ જીલ્લાના આહવામાં 90 મીલીમીટર, વઘઇ 68 ,સુબિર 69 અને સાપુતારામાં 96 મીલીમીટર વરસાદ વરસ્યો હતો.. ધોધમાર વરસાદના પગલે ગીરા ધોધ માં ભરપૂર પાણીની આવક થઇ હતી જેને કારણે ગીરાધોધ નું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું. તેમ છતાં સહેલાણીઓ ગીરાધોધ ને જોવા ઉમટ્યા હતા..જ્યારે વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ ને લઇ તમામ શાળા, કોલેજો, ITI, આંગણવાડી ઓ ને બંધ રાખવા ...

જુલાઇ 31, 2024 7:54 પી એમ(PM) જુલાઇ 31, 2024 7:54 પી એમ(PM)

views 10

રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર ઘટયું

રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર ઘટયું. આગામી બે દિવસમાં મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી સવારના છ વાગ્યાથી લઇને આજના સાંજના છ વાગ્યા સુધીમાં 79 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસ્યો છે. જ્યારે વલસાડના કપરાડામાં 17 મિલીમિટર અને કચ્છના ગાંધીધામ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 16-16 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યમા હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 30થી 40 કિ...

જુલાઇ 29, 2024 8:05 પી એમ(PM) જુલાઇ 29, 2024 8:05 પી એમ(PM)

views 12

રાજ્યના 203 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર આંકડા મુજબ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યમાં 203 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. તેમાં સૌથી વધુ સાડા સાત ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠાના પ્રાતિજમાં વરસ્યો હતો. સાબરકાંઠાના થુરાવાસ ગામે વીજળી ત્રાટકતાં એક શ્રમિકનું મોત થયું હતું, અને એક ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે બે શ્રમિકનો આબાદ બચાવ થયો હતો. મહેસાણાના વિસનગરમાં સવા છ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યાર...

જુલાઇ 26, 2024 8:32 એ એમ (AM) જુલાઇ 26, 2024 8:32 એ એમ (AM)

views 11

રાજ્યમાં વરસાદ ધીમો પડ્યો, આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શાંત થતાં પૂરની સ્થિતિમાંથી રાહત મળી છે. આ દરમિયાનમાં હવામાન વિભાગે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતનાં સુરત અને નવસારી સહિતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેંજ અલર્ટ જાહેર કર્યું છે. અમારા સંવાદદાંતા જણાવે છે કે, ગઇકાલે વરસાદમાં રાહત થવા છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં અમુક સ્થળોએ પાણી ભરાયેલા છે. ભારે વરસાદને કારણે રાજ્યના 40 ડેમમાં પાણી છલકાયા છે. NDRF ની ટુકડીઓએ ગઇકાલે પૂર અસરગ્રસ...

જુલાઇ 20, 2024 9:00 એ એમ (AM) જુલાઇ 20, 2024 9:00 એ એમ (AM)

views 13

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદઃ પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ, કલ્યાણપુરમાં 18 ઇંચ

રાજ્યમાં છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ અને કલ્યાણપુરમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શુક્રવારે સવારે છ વાગ્યાથી સાંજનાં આઠ વાગ્યા સુધીમાં 103 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ 12 ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકામાં અને આઠ ઇંચ વરસાદ પોરબંદરમાં પડ્યો હતો. આ બંને જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અ...

જુલાઇ 16, 2024 10:50 એ એમ (AM) જુલાઇ 16, 2024 10:50 એ એમ (AM)

views 9

સુરતના ઉમરપાડામાં 14 ઇંચ સહિત રાજ્યના 181 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યના હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, તેમજ દાદારનગર અને હવેલીમાં રેડ અલર્ટની સ્થિતિ છે. જયારે આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદના જોતા ઑરેન્જ અલર્ટ જાહેર છે. આજથી બે દિવસ દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણઁદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ...

જુલાઇ 12, 2024 9:59 એ એમ (AM) જુલાઇ 12, 2024 9:59 એ એમ (AM)

views 5

આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત છે. ગત ચોવીસ કલાકમાં સુરતના કામરેજમાં, વલસાડ જિલ્લાના ઉમરગામમાં તથા આણંદના બોરસદ ખાતે સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરત, નવસારી, વડોદરામાં, અંદાજિત દોઢથી સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહેસાણા, પંચમહાલ, ગીર સોમનાથ અને છોટાઉદેપુર ખાતે સૌથી ઓછો વરસાદ હોવાના અહેવાલો છે, તો ગઇકાલે ભાવનગરના પાલીતાણા પંથકના ઘોઘામાં વીજળી પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે. ઘોઘા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી ...

જુલાઇ 8, 2024 10:14 એ એમ (AM) જુલાઇ 8, 2024 10:14 એ એમ (AM)

views 37

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પૂરને પગલે 12 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના અનેક ભાગોમાં ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ તેમજ રાહત આપવા આદેશ કર્યો છે. ઉત્તર પ્રદેશ આકાશવાણીના અમારા સંવાદદાતા જણાવે છે કે ભારે વરસાદને પગલે શારદા, રાપ્તી, ગંડક અને ઘાઘરા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. નેપાળમાં ભારે વરસાદને પગલે લખીમપુરીમાં શારદા નદીમાં મોટાપાયે પાણીની આવક થઈ છે, જેથી કાં...