ઓક્ટોબર 11, 2024 7:31 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 7:31 પી એમ(PM)
5
ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, કર્ણાટક અને ગોવાના દરિયા કિનારા નજીક અરબી સમુદ્રમાં ઊભું થયેલું હવાનું હળવું દબાણ હવાના તીવ્ર દબાણમાં રૂપાંતરિત થઈને આગામી બે ત્રણ દિવસમાં વાયવ્ય દિશામાં આગળ વધે એવી સંભાવના છે. આના કારણે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કેટલાંક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ આગામી બે દિવસમાં પડી શકે છે.