ડિસેમ્બર 30, 2024 10:23 એ એમ (AM) ડિસેમ્બર 30, 2024 10:23 એ એમ (AM)

views 7

વિદેશ મંત્રી જયશંકર આજથી ત્રણ દિવસ કતારના પ્રવાસે જશે

ભારતના વિદેશ મંત્રી ડૉકટર એસ. જયશંકર આજથી કતારની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રી એસ. જયશંકર તેમની આ મુલાકાત દરમિયાન કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને મળશે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક અને લોકો-થી-લોકો તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં સક્ષમ બનાવશે.