ફેબ્રુવારી 27, 2025 8:29 એ એમ (AM) ફેબ્રુવારી 27, 2025 8:29 એ એમ (AM)

views 20

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે

ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સવારે નર્મદા જિલ્લાનાં એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાજ્યની ચાર દિવસની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ મૂર્મું નર્મદા અને કચ્છ જીલ્લામાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં બે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ફેબ્રુવારી 11, 2025 11:35 એ એમ (AM) ફેબ્રુવારી 11, 2025 11:35 એ એમ (AM)

views 19

આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ યુનાની દિવસ નિમિતે આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે યુનાની દિવસ નિમિતે નવી દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ પણ ઉપસ્થિત રહેશે. પ્રખ્યાત યુનાની ચિકિત્સક, શિક્ષક અને સ્વાતંત્ર્ય સેનાની હકીમ અજમલ ખાનના જન્મદિન નિમિતે દર વર્ષે 11 ફેબ્રુઆરીને યુનાની દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આયુષ મંત્રાલય હેઠળની અગ્રણી સંશોધન પરિષદ, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યુનાની મેડિસિન, "સંકલિત આરોગ્ય ઉકેલો માટે યુનાની દવામાં નવીનતાઓ” વિષય પર બે દિવસીય આંતરરા...

જાન્યુઆરી 26, 2025 7:39 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 7:39 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું

આજે રાષ્ટ્ર 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું. સમારોહની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાતથી થઈ, જ્યાં તેમણે શહીદ નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરેડમાં મુખ્ય મહેમાન રહેલા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સાથે એક બગીમાં કર્તવ્ય પથ પર પહોંચ્યા. રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો, ત્યા...

ઓક્ટોબર 27, 2024 9:45 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 9:45 એ એમ (AM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અવકાશ કાર્યક્રમને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે ઈસરોના યોગદાનની પ્રશંસા કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના અવકાશ કાર્યક્રમને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ઈસરોના યોગદાનની પ્રશંસા કરી છે. ગઈકાલે નવી દિલ્હીના આકાશવાણીના રંગભવનમાં સરદાર પટેલ મેમોરિયલ લેક્ચર 2024ના અવસર પર એક વીડિયો સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના સંદેશમાં સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે સ્વતંત્રતા પછી રાષ્ટ્રમાં વિવિધ રજવાડાઓના રાજકીય એકીકરણ દ્વારા સરદાર પટેલ આધુનિક ભારતના શિલ્પકાર છે. રાષ્ટ્રપતિએ એ પણ ઉલ્લેખ કર્યો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સર...

ઓક્ટોબર 14, 2024 10:57 એ એમ (AM) ઓક્ટોબર 14, 2024 10:57 એ એમ (AM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું અલજીરિયા પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલજીરિયા, મૉરિટાનિયા અને મલાવીનાં એક સપ્તાહના પ્રવાસના પહેલા તબક્કામાં ગત સાંજે અલજીરિયાની રાજધાની અલજીયર્સ પહોંચ્યાં છે. આજે તેઓ અલજીરિયાના રાષ્ટ્રપ્રમુખને મળશે. તેમજ બંને દેશના સંબંધને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ સાથે અલજીરિયાના મુખ્ય નેતાઓ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની દ્વિપક્ષી બેઠક કરશે. આ પ્રવાસના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ મૂર્મું 16મી ઑક્ટોબરે મૉરિટાનિયા જશે અને છેલ્લા તબક્કા હેઠળ 17થી 19ઑક્ટોબર સુધી મલાવી પહોંચશે. મૉરિટાનિયા અને મલાવીના નેતાઓની સાથે સંવાદ ઉપરાંત વેપાર અ...

ઓક્ટોબર 13, 2024 11:55 એ એમ (AM) ઓક્ટોબર 13, 2024 11:55 એ એમ (AM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું ત્રણ દેશોના પ્રવાસે જવા રવાના થયા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  આજથી આફ્રિકાના ત્રણ દેશો અલ્જેરિયા, મોરિટાનિયા અને મલાવીની મુલાકાતે જવા રવાના થયા છે. ભારતના અધ્યક્ષ પદે G 20 શિખર બેઠક દરમિયાન આફ્રિકા સંઘને G 20 ના કાયમી સભ્ય તરીકે સ્થાન મળ્યાના એક વર્ષ બાદ આ દેશોની ભારતની આ પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ તેમની આ એક અઠવાડિયાની મુલાકાત દરમિયાન, વિવિધ દ્વિપક્ષીય બેઠકો કરશે. મુલાકાતના પ્રથમ તબક્કામાં, તેઓ અલ્જેરિયા જશે. મુલાકાત દરમિયાન તેઓ અલ્જેરિયાના પ્રમુખ અબ્દેલ માદજીદ ટેબ્બોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સુશ્રી મુર્મુ ભારત-અલ્જીરિયા આર...

સપ્ટેમ્બર 22, 2024 9:19 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2024 9:19 એ એમ (AM)

views 2

શ્રીલંકા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અનુરા કુમાર દિશાનાયકે આગળ

શ્રીલંકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી અંતર્ગત મતગણતરી શરૂ થઈ ચૂકી છે. હાલમાં પોસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે. આ ગણતરીમાં ડાબેરી નેશનલ પીપલ્સ પાવર (એનપીપી)ના નેતા અનુરા કુમાર દિશાનાયકે તેના અન્ય હરીફ ઉમેદવારો કરતાં આગળ ચાલી રહ્યા છે.