ફેબ્રુવારી 10, 2025 9:55 એ એમ (AM) ફેબ્રુવારી 10, 2025 9:55 એ એમ (AM)

views 17

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લેશે. તેઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. રાષ્ટ્રપતિ પ્રયાગરાજમાં અક્ષયવટ અને બડે હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે. તેઓ ડિજિટલ મહાકુંભ એક્સપિરિયન્સ સેન્ટરમાં આધુનિક ટેકનોલોજી દ્વારા મહાકુંભ વિશેની માહિતી મેળવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. મહાકુંભનાં મેળા વિસ્તારમાં ગાંધી શિલ્પ બજાર આકર્ષણનું મોટું કેન્દ્ર બન્યું છે. આ બજારમાં દેશભરમાં કારીગરો પરંપરાગત કળા...

જાન્યુઆરી 26, 2025 7:21 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 7:21 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સંગમમાં ડૂબકી લગાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સંગમમાં ડૂબકી લગાવ્યા પછી શંકરાચાર્યોને મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આવતીકાલે સવારે 11:25 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. ગૃહમંત્રી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. સંગમમાં ડૂબકી લગાવ્યા પછી ગૃહમંત્રી, બડે હનુમાનજી મંદિર અને અભયવટ ના દર્શન કરશે. આ પછી, તેઓ જુના અખાડામાં મહારાજ અને અન્ય સંતોને મળશે અને તેમની સાથે ભોજન કરશે. ત્યાંથી તેઓ ગુરુ શરણાનંદના આશ્રમમાં જશે અને ગુરુ શરણાનંદ તથા ગોવિંદ ગિરિ મહારાજને મળશે. મુલાકાતના અંતે તેઓ ...

જાન્યુઆરી 15, 2025 6:47 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 6:47 પી એમ(PM)

views 6

મહાકુંભ 2025: 10 દેશોના 21 સભ્યોનું પ્રતિનિધિમંડળ સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે

ભવ્ય અને દિવ્ય મહાકુંભ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. મહાકુંભનો ભાગ બનવા માટે, 10 દેશોના 21 સભ્યોનું પ્રતિનિધિમંડળ આવતીકાલે સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. વિદેશ મંત્રાલય દ્વારા આમંત્રિત આ પ્રતિનિધિમંડળ આજે પહોંચશે. આ પ્રતિનિધિમંડળ માટે રહેવાની વ્યવસ્થા અરૈલ ખાતે ટેન્ટ સિટીમાં કરવામાં આવી છે. આ પ્રતિનિધિમંડળ આજે મહાકુંભ મેળા વિસ્તારની પણ મુલાકાત લેશે. હેરિટેજ વોક દ્વારા સભ્યોને પ્રયાગરાજના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને જોવાની તક મળશે. આવતીકાલે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ ત્રિવેણી સંગ...

જાન્યુઆરી 10, 2025 10:33 એ એમ (AM) જાન્યુઆરી 10, 2025 10:33 એ એમ (AM)

views 10

13 મીથી મહાકુંભનો પ્રારંભ થશે, મુખ્યમંત્રી યોગી આકાશવાણીની કુંભવાણી ચેનલને લૉન્ચ કરશે

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આગામી તા. ૧૩મી જાન્યુઆરીથી મહાકુંભ ૨૦૨૫નો પ્રારંભ થશે. આ મહાકુંભનો મેળો તા. ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ભવ્ય કાર્યક્રમ પોષ પૂર્ણિમાના પવિત્ર અમૃત સ્નાનથી શરૂ થશે અને મહાશિવરાત્રીના દિવસે મહાકુંભ ૨૦૨૫ના છેલ્લા અમૃત સ્નાન સાથે સમાપ્ત થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, આ વર્ષે અંદાજીત ૪૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આ મહાકુંભમાં સહભાગી થશે. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહાકુંભ 2025 ને સમર્પિત આકાશવાણીની કુંભવાણી ચેનલને પણ લોન્ચ કરશે. માહિતી અન...

ડિસેમ્બર 14, 2024 4:26 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 4:26 પી એમ(PM)

views 10

કુંભમેળામાં સંસોધન કરવા માટે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આમંત્રણ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના કુંભમેળામાં સંસોધન કરવા માટે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં આવા 40 વિદ્યાર્થીઓ કુંભમેળામાં રૂબરૂ જઈને સંશોધન કરી રિપોર્ટ તૈયાર કરશે. આ આમંત્રણ બાદ યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં અભ્યાસ કરતા 40 જેટલા વિદ્યાર્થીઓ કુંભમેળામાં જઈને કુંભમેળાની અલગ અલગ બાબતો સંદર્ભે સંશોધન કરી રિપોર્ટ તૈયાર કરશે. આગામી 13 મી જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં કુંભમેળાનું આયોજન થઈ રહ્યું છે. જેમાં ચાલુ વર્ષે 40 કરોડથી વધ...

ઓક્ટોબર 6, 2024 8:19 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 8:19 પી એમ(PM)

views 11

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ 2025 માટેના નવા પ્રતિકનું અનાવરણ કર્યું

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પ્રયાગરાજમાં મહાકુંભ 2025 માટેના નવા પ્રતિકનું અનાવરણ કર્યું. આ પ્રતિક ધાર્મિક અને આર્થિક સમૃદ્ધિનું પ્રતીક છે, જેમાં સમુદ્ર મંથનમાંથી નીકળતા અમૃત કળશને દર્શાવવામાં આવ્યો છે. આ ડિઝાઇનમાં મંદિર, દ્રષ્ટા, કળશ, અક્ષય વટવૃક્ષ અને ભગવાન હનુમાનની છબી છે, જે સનાતન સંસ્કૃતિમાં પ્રકૃતિ અને માનવતાના સંગમનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રતિક મહાકુંભ 2025 માટે પ્રેરણાત્મક પ્રતીક તરીકે સેવા આપતા સ્વ-જાગૃતિ અને લોક કલ્યાણના સતત પ્રવાહને પણ પ્રતિબિંબિત કરે છે. ઉલ્લેખન...