એપ્રિલ 26, 2025 3:15 પી એમ(PM) એપ્રિલ 26, 2025 3:15 પી એમ(PM)
4
જ્યારે યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લે છે, ત્યારે રાષ્ટ્ર ઝડપથી વિકાસ પામે છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, જ્યારે યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લે છે, ત્યારે રાષ્ટ્ર ઝડપથી વિકાસ પામે છે અને વિશ્વમાં પણ પોતાની છાપ અંકિત કરે છે. તેમણે કહ્યું કે, આજે દેશના યુવાનો પોતાની મહેનત અને નવીનતાથી વિશ્વને પોતાની ક્ષમતા બતાવી રહ્યા છે કે રાષ્ટ્રમાં કેટલી ક્ષમતા છે. પ્રધાનમંત્રી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં નવા નિયુક્ત યુવાનોને 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યા પછી રોજગાર મેળામાં બોલી રહ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે, આજે જે યુવાનોને નિમણૂક ...