સપ્ટેમ્બર 15, 2024 9:47 એ એમ (AM) સપ્ટેમ્બર 15, 2024 9:47 એ એમ (AM)

views 9

પીએમ મોદીના નેતૃત્વમાં આતંકને નિષ્ફળ બનાવવામાં અભૂતપૂર્વ સફળતા મળી : અમિત શાહ

આજે નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના/NSS કોન્ફરન્સ-2024 નું સમાપન સત્ર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપૂર્વ અને LWE પ્રભાવિત વિસ્તારોમાં આતંકને નિષ્ફળ બનાવવામાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. આ ઉપરાંત તેમણે DGsP અને વરિષ્ઠ અધિકારીઓએ નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવામાં અને ત્રણ નવા ફોજદારી કાયદાઓમાં કરવામાં આવેલી જોગવ...

જુલાઇ 29, 2024 11:06 એ એમ (AM) જુલાઇ 29, 2024 11:06 એ એમ (AM)

views 7

કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને અનુરોધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓની પહોંચ વધારવા માટે ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. મોદીએ રાજ્યોમાં સંચાલનમાં વધુ સુધારો કરવા કેટલાંક સૂચનો કર્યા હતા અને કલ્યાણ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. શ્રી મોદી ગઈકાલે નવીદિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રીઓની પરિષદને સંબોધી રહ્યા હતા. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા અને વરિષ્ઠ નેતાઓ રાજનાથ સિંહ અને અમિત શાહે હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર દ્વા...

જુલાઇ 27, 2024 8:31 એ એમ (AM) જુલાઇ 27, 2024 8:31 એ એમ (AM)

views 137

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ‘મન કી બાત’ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એઆઈઆર મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્...

જુલાઇ 22, 2024 11:19 એ એમ (AM) જુલાઇ 22, 2024 11:19 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કો વૈશ્વિક ધરોહર કેન્દ્ર માટે 10 લાખ ડોલરની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ધરોહર સમિતિના 46માં સત્રનું નવીદિલ્હી ખાતે ઉદ્ઘઘટન કર્યું. ભારત પહેલીવાર આ બેઠકની યજમાની કરી રહ્યું છે, જે 31 જુલાઈ સુધી ચલશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ યુનેસ્કો વૈશ્વિક ધરોહર કેન્દ્ર માટે 10 લાખ ડોલરના ભંડોળની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું આ ભંડોળનો ઉપયોગ વૈશ્વિક ધરોહરોની જાળવણીની દિશામાં ક્ષમતા વિકાસ તેમજ તકનિકી સહાય માટે ઉપયોગમાં લેવાશે. તેમણે ભાર પૂર્વક કહ્યું કે ભંડોળનો ઉપયોગ ખાસ કરીને દક્ષિણ એશિયાઈ દેશો માટે થશે. ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા શ્રી મોદીએ...

જુલાઇ 8, 2024 10:09 એ એમ (AM) જુલાઇ 8, 2024 10:09 એ એમ (AM)

views 49

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે. રશિયાના મૉસ્કોમાં તેઓ 22માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે- સંરક્ષણ, વેપાર, રોકાણ, ઊર્જા, સહકાર, શિક્ષણ તેમજ સંસ્કૃતિ સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા થશે. બંને નેતાઓ પરસ્પર હિત, પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિતિ વિશે પણ ચર્ચા કરશે. આ ઉપરાંત બ્રિક્સ, શાંઘાઈ સહકાર સંગઠન, જી-20, પૂર્વ એશિયા શિખર સંમેલન તેમજ સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચો પર...