સપ્ટેમ્બર 3, 2025 8:44 એ એમ (AM) સપ્ટેમ્બર 3, 2025 8:44 એ એમ (AM)

views 9

ભારતના કૃષિ-ખાદ્ય નિકાસને વેગ આપવા માટે ભારતી નામની એક નવી પહેલ શરૂ

કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ -APEDA એ ભારતના કૃષિ-ખાદ્ય નિકાસને વેગ આપવા માટે ભારતી નામની એક નવી પહેલ શરૂ કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આ સંદર્ભમાં નવી દિલ્હીમાં કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન અને સંયુક્ત આરબ અમીરાતના વિદેશ વેપાર મંત્રી ડૉ. થાની બિન અહેમદ અલ ઝેયૌદી સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. ભારતી 2030 સુધીમાં 100 કૃષિ-ખાદ્ય સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને નિકાસને 50 અબજ અમેરિકન ડોલર સુધી લઈ...

જાન્યુઆરી 26, 2025 5:30 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 5:30 પી એમ(PM)

views 8

કેન્દ્રીય પિયૂષ ગોયલ 27-28 જાન્યુઆરીએ ઓમાનના પ્રવાસે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ, 27-28 જાન્યુઆરી દરમિયાન ઓમાનના પ્રવાસે જશે. તેઓ ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી કૈસ બિન મોહમ્મદ બિન મુસા અલ-યુસેફ સાથે 11મી સંયુક્ત કમિશન મીટિંગમાં હાજરી આપશે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, “મુલાકાત દરમિયાન બંને નેતાઓ વેપાર અને રોકાણ તથા વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ પર વ્યાપક ચર્ચા કરશે. ફિક્કી અને ઓમાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે સંયુક્ત વ્યાપાર પરિષદની બેઠકમાં મંત્રી સાથે એક વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ ઓમાન જશે.” મુલાકાત ...

જાન્યુઆરી 15, 2025 7:48 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:48 પી એમ(PM)

views 7

કેન્દ્ર સરકાર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન નીતિઓ અને માળખામાં સતત સુધારા

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે કેન્દ્ર સરકાર આબોહવા પરિવર્તન દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે આપત્તિ વ્યવસ્થાપન નીતિઓ અને માળખામાં સતત સુધારા કરી રહી છે. આજે નવી દિલ્હીમાં આપત્તિ વ્યવસ્થાપન પર વિશ્વ કોંગ્રેસને સંબોધતા, શ્રી ગોયલે વસુધૈવ કુટુંબકમની સાચી ભાવના સાથે મુશ્કેલીમાં મુકાયેલા દેશોને મદદ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. મંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું કે, જ્ઞાનની આપ-લે, અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અને આપત્તિ જોખમ ઘટાડવાના પ્રયાસોમાં સહયોગને પ્રોત્સા...

જાન્યુઆરી 15, 2025 12:53 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 12:53 પી એમ(PM)

views 4

10 વર્ષનું સુશાસન 10 મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત: કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પિયુષ ગોયલે કહ્યું છે, છેલ્લા દસ વર્ષનું સુશાસન દસ મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે. ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે, સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ, મૂળ કારણ વિશ્લેષણ, પરિણામલક્ષી કાર્યવાહી, કાયદાનું શાસન અને પારદર્શિતા, સમયસર અમલીકરણ, મુદ્દાઓની પ્રાથમિકતા, જવાબદારી સાથે દેખરેખ, ટેકનોલોજી અપનાવવી, નવીન ધિરાણ અને તમામ હિસ્સેદારો સાથે ભાગીદારી સાથે કામ કરે છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે નટરાજની 27 ફૂટની પ્...

ઓક્ટોબર 30, 2024 8:58 એ એમ (AM) ઓક્ટોબર 30, 2024 8:58 એ એમ (AM)

views 9

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાઉદી અરેબિયાની મુલાકાતે

મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાઉદી અરેબિયાની એક સપ્તાહની મુલાકાતે ગઈકાલે સાંજે રિયાધ પહોંચ્યા છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે. પીયૂષ ગોયલ રિયાધમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ (FII) ની 8મી આવૃત્તિમાં ભાગ લેશે, જે એક અગ્રણી પ્લેટફોર્મ છે જે વૈશ્વિક નેતાઓ, રોકાણકારો અને સંશોધનકારોને આમંત્રે છે. બાદમાં તેઓ સાઉદીના ઉદ્યોગ અને ખનિજ સંસાધન મંત્રી સાથે દ્વિ...

ઓક્ટોબર 27, 2024 8:58 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 8:58 એ એમ (AM)

views 10

વાણિજ્ય અને ઉદ્યોગ કમિટીમાં વલસાડના સાંસદ ધવલ પટેલને મળ્યું સ્થાન

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના અધ્યક્ષ સ્થાને રચાયેલી વાણિજ્ય અને ઉદ્યોગ કમિટીમાં વલસાડના સાંસદ ધવલ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. આ સમિતિમાં લોકસભાના 11 સાંસદ, રાજ્યસભાના છ સાંસદ અને 2 ભૂતપૂર્વ કર્મચારીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સમિતિ ઉદ્યોગોને પડતી સમસ્યા નિવારવા કામગીરી કરશે.

ઓક્ટોબર 6, 2024 8:18 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 8:18 પી એમ(PM)

views 4

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે માર્વેને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે સાથે જોડતા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આજે મુંબઈના મલાડમાં માર્વેને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે સાથે જોડતા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ ફ્લાયઓવરના નિર્માણથી પરિવહન સરળ બનશે અને સમયની બચત થશે. તેમણે કહ્યું કે સરકાર લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ખંતપૂર્વક કામ કરી રહી છે. માર્વેથી ગોરેગાંવ સુધી વિસ્તરેલી ફ્લાયઓવરની બીજી બાજુ ડિસેમ્બરના અંત સુધીમાં કાર્યરત થવાની શક્યતા છે.