ફેબ્રુવારી 10, 2025 8:33 એ એમ (AM) ફેબ્રુવારી 10, 2025 8:33 એ એમ (AM)

views 9

પાટણના વડાવલીમાં તળાવમાં ડૂબી જતાં ચાર બાળકો સહિત પાંચનાં મોત

પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડુબી જવાથી ચાર બાળકો સહિત પાંચ વ્યક્તિના મોત નિપજ્યાં છે. ગઈકાલે ગામના તળાવમાં એક વ્યક્તિનો પગ લપસી જતાં તેને  બચાવવા જતાં અન્ય ચાર વ્યક્તિ પણ ડૂબી ગયા હતા. ડૂબી ગયેલા પાંચ વ્યક્તિને ગામજનોએ બહાર કાઢી સારવાર માટે ચાણસ્મા મોકલી આપ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. અમારા જિલ્લા પ્રતિનિધી જણાવે છે કે, તળાવમાં ડૂબી જવાના કારણે જે મૃત્યુ પામ્યા છે તેમાં એક પરિવારના બે બાળકો અને તેની માતા સહિત ત્રણ વ્યક્તિ તેમજ અન્ય બે બાળકોનો સમાવેશ થાય છે.

જાન્યુઆરી 15, 2025 2:54 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 2:54 પી એમ(PM)

views 2

કરૂણા અભિયાન: મહીસાગરમાં 13 પક્ષીઓને સારવાર આપવામાં આવી

ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થનાર પક્ષીઓ માટે રાજ્યમાં ખાસ કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા પક્ષીઓની સારવાર માટેની કામગીરી કરવામાં આવે છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે દોરાથી ઘાયલ ટિટોડી પક્ષીની પશુ ચિકિત્સક દ્વારા સારવાર કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી 13 પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં 10મીથી 14મી જાન્યુઆરી સુધીમાં 137 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જેમાંથી 1...

નવેમ્બર 8, 2024 11:48 એ એમ (AM) નવેમ્બર 8, 2024 11:48 એ એમ (AM)

views 3

બર્લિન એક્સપોમાં પાટણના પટોળાંને સ્થાન મળ્યું

“પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં”. પાટણની પ્રભુતા સમાન પાટણના પટોળાને જર્મનીમાં 6 થી 9 નવેમ્બર દરમિયાન યોજાયેલા બર્લિન એક્સપોમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભૌગોલિક સૂચકાંક એટલે કે જીયોગ્રાફી ઇન્ડિકેશન રજીસ્ટર, ચેન્નાઈ દ્વારા દેશમાંથી સાત કલાકારોને જર્મની લઈ જવામાં આવ્યા છે. જેમાં પાટણના પટોળા માટે પાટણના માધવી હેન્ડીક્રાફ્ટના શ્યામ સુનિલભાઈ સોનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધી રમેશ સોલંકી જણાવે છે કે, આ એક્સપોમાં પટોળામાંથી બનાવેલ શર્ટ, ટાઈ, ક્લચ, દુપટ્ટા, બીચ પરના રૂમ...

ઓક્ટોબર 27, 2024 9:18 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 9:18 એ એમ (AM)

views 5

પાટણ APMCમાં આ વર્ષે સૌથી વધુ મગફળીની આવક, ખેડૂતોને મળ્યા સારા ભાવ

પાટણ APMCમાં છેલ્લા ત્રણ વર્ષથી મગફળીની નોંધપાત્ર આવક થઈ રહી છે. સરસ્વતી તાલુકાના વાગડોદ વિસ્તાર તેમજ ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પાટણ માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થતાં છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ મગફળીની આવક ચાલુ વર્ષે થઈ હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. શનિવારે માર્કેટયાર્ડમાં અંદાજીત 3500થી વધુ બોરી મગફળીની આવક થઈ હોવાની સાથે સૂકી મગફળીની સારી આવકો થતા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 1000થી 1130 સુધીના ભાવો મળી રહ્યા છે. જયારે લીલી મગફળીના 800થી 1000ના ભાવ મળી રહ્યા હોવાનું તેમજ આ સમગ...