ઓગસ્ટ 12, 2024 11:00 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 11:00 એ એમ (AM)

views 2

પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪નું ભવ્ય સમારોહ સાથે સમાપણ થયું

પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪નું ભવ્ય સમારોહ સાથે સમાપણ થયું છે. ભારતે ૧ રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક સાથે કુલ ૬ ચંદ્રકો જીત્યા છે. અને મેડલ ક્રમાંકમાં ૭૧મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે ગત ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ ના સાપેક્ષમાં ઘણું નીચું છે. ગત ઓલિમ્પિકમાં ભારત એક સુવર્ણ, ૨ રજત અને ૪ કાંસ્ય ચંદ્રકો સાથે ૪૮ માં ક્રમાંકે હતું. ગઈકાલેને ધરલેન્ડસની સિફાન હાસને મહિલાઓની મેરથોન દોડ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ૩૧ વર્ષીય આ મહિલા ખેલાડીએ ૨ કલાક ૨૨ મિનિટ ૫૫ સેકંડમાં પૂર્ણ કી કરીને ઓલિમ્પિક રેકોર્ડ બનાવી દીધો છે...

ઓગસ્ટ 12, 2024 10:59 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 10:59 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીય રમત વીરોએ પેરિસ ઓલિમ્પિક્સમાં શ્રેષ્ઠ દેખાવ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતીય રમત વીરોએ પેરિસ ઓલિમ્પિક્સમાં શ્રેષ્ઠ દેખાવ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. એક એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દેશના રમતવીરોને ભવિષ્યની રમતો માટે શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ભારતના ૧૧૭ ખેલાડીઓએ ૧૬ રમતોમાં ભાગ લીધો હતો.

ઓગસ્ટ 6, 2024 11:02 એ એમ (AM) ઓગસ્ટ 6, 2024 11:02 એ એમ (AM)

views 8

પેરિસ ઑલિમ્પિકમાં આજે ભારત હોકી, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ અને કુસ્તીની રમતો રમશે

પેરિસ ઑલિમ્પિકમાં આજે ભારત હોકી, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ અને કુસ્તીની રમતો રમશે. મેચ રમાનાર છે. હૉકીમાં ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતીય ટીમ આજે જર્મનીની ટીમનો મુકાબલો કરશે. ભારતીય સમય અનુસાર રાત્રે સાડા દસ વાગે સેમિફાઇનલ મેચ રમાશે. ટોકિયો ઑલિમ્પિક 2020માં કાંસ્ય ચંદ્રક જીતનારી ભારતીય ટીમ આ વખતે આગળ વધવાનો પ્રયાસ કરશે. સુવર્ણ ચંદ્રક માટે ભારતની આશા સમાન નિરજ ચોપરા આજથી ભાલાફેંકમાં તેમના અભિયાનની શરૂઆત કરી રહ્યા છે. બપોરે ત્રણ વાગીને 20 મિનિટે ગૃપ બીની ક્વૉલિફાઇંગ મેચમાં રમશે. એશિયન ગેમ્સમાં રજત ...

ઓગસ્ટ 5, 2024 10:35 એ એમ (AM) ઓગસ્ટ 5, 2024 10:35 એ એમ (AM)

views 11

પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટન ખેલાડી લક્ષ્યસેન આજે દેશ માટે ચોથો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે

ભારતના બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન આજે દેશ માટે ચોથો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે. લક્ષ્ય સેન આજે ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગ્યે પુરુષ સિંગલ્સની મેચમાં મલેશિયાના ઝી જિયા લી સામે ટકરાશે. લક્ષ્ય સેન ગઇકાલે સેમિફાઇનલ મુકાબલામાં ડેનમાર્કના વિક્ટર એક્સેલસનને હરાવવામાં નિષ્ફળ રહ્યા, અને સીધા સેટમાં 20-22, 14-21થી હાર્યા હતા. તેઓ ઓલિમ્પિક્સમાં સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ પુરુષ બેડમિન્ટન ખેલાડી છે. સાઈના નેહવાલ અને પીવી સિંધુ બેડમિન્ટનમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનારી મહિલા ખેલાડી છે.

જુલાઇ 31, 2024 8:14 પી એમ(PM) જુલાઇ 31, 2024 8:14 પી એમ(PM)

views 4

ઓલિમ્પિકમાં બૉક્સર લવલીનાએ 75 કિલોગ્રામ વર્ગ શ્રેણીની ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

આજે પેરિસ ઑલિમ્પિકમાં પાંચમો દિવસ ભારતીય ખેલાડીઓ માટે નિર્ણાયક રહ્યો. ભારતીય બૉક્સર લવલીના બોર્ગોહેને મહિલાઓ માટેની 75 કિલોગ્રામ વર્ગ શ્રેણીના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. લવલીનાએ નોર્વેની ખેલાડી સુન્નિવા હૉફસ્ટેડને હરાવીને 16 રાઉન્ડની મેચ જીતી લીધી હતી. બેડમિન્ટનમાં પીવી સિંધુ અને લક્ષ્ય સેને 16માં રાઉન્ડમાં પ્રવશે કર્યો. પીવી સિન્ધુએ ક્રિસ્ટિન કુબાને માત્ર 34 મિનિટમાં 21-5, 21-10થી હરાવી હતી. બેડમિન્ટન પુરુષ સિંગલ્સમાં લક્ષ્ય સેને જોનાથન ક્રિસ્ટીને 21-18,21-12થી હરાવીને અંતિમ 16માં પ્રવ...

જુલાઇ 31, 2024 11:10 એ એમ (AM) જુલાઇ 31, 2024 11:10 એ એમ (AM)

views 2

પેરિસ ઑલિમ્પિક્સના પાંચમા દિવસે આજે ભારતના મુક્કેબાજ, તીરંદાજ, બેટમિન્ટન ખેલાડી અને નિશાનેબાજ પોતપોતાની સ્પર્ધા રમશે

પેરિસ ઑલિમ્પિક્સના પાંચમા દિવસે આજે ભારતના મુક્કેબાજ, તીરંદાજ, બેટમિન્ટન ખેલાડી અને નિશાનેબાજ પોતપોતાની સ્પર્ધા રમશે. ટોક્યોમાં કાંસ્ય ચંદ્રક જીતનારાં મુક્કેબાજ લવલિના બોર્ગોહાઈન નૉર્વેનાં સુન્નીવા હૉક્સટાડની સામે રમશે. નિશાનેબાજીમાં ઐશ્વરી પ્રતાપ સિંહ તોમર પુરૂષોની 50 મીટર રાઈફલ થ્રિ પોઝિશન ક્વાલિફિકેશન સ્પર્ધામાં રમશે. મહિલાઓની ટ્રેપ નિશાનેબાજી ક્વાલિફિકેશનના પહેલા દિવસે 68 પૉઈન્ટ મેળવનારાં શ્રેયસી સિંહ અને રાજેશ્વરીકુમારી ક્વાલિફિકેશન રાઉન્ડના બીજા દિવસે આજે સ્પર્ધામાં પરત ફરશે. બેડમિન્ટન ગૃપ...

જુલાઇ 29, 2024 8:38 પી એમ(PM) જુલાઇ 29, 2024 8:38 પી એમ(PM)

views 27

પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય શૂટર અર્જુન બબૂતા ચોથા સ્થાને રહ્યાં

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતના અર્જુન બબુતાએ પુરુષોની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ચોથું સ્થાન મેળવ્યું હતું. અર્જુન બીજા  ભારતીય શૂટર છે જે આજે મેડલ ચૂકી ગયા છે, મહિલાઓની 10 મીટર એર રાઇફલ ફાઇનલમાં રમિતા જિંદાલ  પણ સાતમા  સ્થાને રહી હતી. આ સ્પર્ધામાં, ચીનના શેંગ લિહાઓએ સુવર્ણ, સ્વીડનના વિક્ટર લિન્ડગ્રેને રજત  અને ક્રોએશિયાના મિરાન મેરિસિકે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમની  આજે આર્જેન્ટિના સામેની મેચ  ડ્રો રહી હતી.આર્જેન્ટિનાના લુકાસ માર્ટિનેઝે પ્રથમ હાફમાંજીતની ઘણી ન...