જાન્યુઆરી 15, 2025 3:26 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 3:26 પી એમ(PM)

views 5

પંચમહાલ: મધમાખી પાલકો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

પંચમહાલ જિલ્લાના આદિજાતિ વિસ્તારના મધમાખી પાલકો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે. બાગાયત ખાતાની "આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોને વિનામુલ્યે મધમાખીની કોલોની પુરી પાડવાની (આદિજાતી લાભાર્થી માટેની)” નવીન યોજના અમલી બનાવવામાં આવી છે. વિનામૂલ્યે મધમાખીની હાઈવ્સ તથા મધપેટીનો લાભ મેળવવા માટે 23મી જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકાશે. આ યોજનાનો લાભ લેવા માગતા ખેડૂતોએ પંચમહાલ નાયબ બાગાયત નિયામકની કચેરીએ રૂબરૂ અથવા ટપાલથી જમા કરવાની રહશે.

નવેમ્બર 9, 2024 2:42 પી એમ(PM) નવેમ્બર 9, 2024 2:42 પી એમ(PM)

views 5

પંચમહાલ: ગત વર્ષે 5,907 દર્દીઓએ આયુષ્માન કાર્ડનો લાભ લીધો

પંચમહાલ જિલ્લામાં ગત વર્ષે આયુષ્માન કાર્ડનો 5 હજાર 907 દર્દીઓએ લાભ લીધો હતો. હાલમાં રેડીએશન થેરાપીથી લાભ મેળવતા કેન્સરના લાભાર્થી ઈરફાન મલેક જણાવ્યું હતું કે મારી આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કેન્દ્ર સરકારના આયુષ્માન કાર્ડથી મને હોસ્પિટલમાં કેન્સરની નિઃશુલ્ક સારવારનો લાભ મળ્યો હતો. તેમણે કેન્દ્ર સરકારનો અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

ઓક્ટોબર 11, 2024 6:34 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 6:34 પી એમ(PM)

views 3

પંચમહાલ: ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં 53 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને સરકારી આઇ.ટી.આઇ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં 53 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. સરકારી આઇ.ટી.આઇ, ગોધરા ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળામાં અમદાવાદ અને પંચમહાલ જિલ્લાની કુલ 07 જેટલી નોકરીદાતા કંપનીઓ દ્વારા 230 જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રોજગાર ભરતી મેળામાં હાજર વિવિધ લાયકાત અને કૌશલ ધરાવતા પુરુષ અને મહિલા ઉમેદવારો પૈકી ૫૩ મહિલા અને પુરુષ ઉમેદવારોની નોકરીદાતાઓ...