જાન્યુઆરી 26, 2025 6:06 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 6:06 પી એમ(PM)

views 8

ભારતીય સરહદી સુરક્ષાદળે કચ્છ સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો

કચ્છ સરહદેથી ભારતીય સરહદી સુરક્ષાદળે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો. આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે બીએસએફ દ્વારા ચલાવાયેલા આ વિશેષ અભિયાનમાં પાકિસ્તાની નાગરિકને પકડી લેવાયો હતો. બીએસએફના જવાનો પહેરો ભરી રહ્યાં હતા ત્યારે પાકિસ્તાનની સરહદ પર શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી જેને કારણે સતર્ક થયેલા જવાનોએ શોધ અભિયાન શરૂ કર્યું હતું જેમાં ખાવર નામનો પાકિસ્તાની નાગરિક ઝડપાઇ ગયો હતો. હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે.