એપ્રિલ 26, 2025 7:42 એ એમ (AM)

views 16

કચ્છના દરિયામાંથી ફરી એક વખત ડ્ર્ગ્સનો જથ્થો મળ્યો

કચ્છના દરિયામાંથી ફરી એક વખત ડ્ર્ગ્સનો જથ્થો મળી આવ્યો છે.. જખૌ મરીન અને SRDના જવાનોને દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન એક પ્લાસ્ટિકના કોથળામાંથી ગુલાબી રંગના દસ શંકાસ્પદ પેકેટ મળી આવ્યાં હતાં. સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી અંગ્રેજીમાં 'ઝમન' લખેલા આ દસ પેકેટનું વજન એક હજાર બસો ગ્રામ જેટલુ હતું . પ્રાથમિક તપાસ દરમિયાન પેકેટ્સ પાકિસ્તાન તરફથી આવ્યા હોવાનું પ્રાથમિક તબકે સામે આવ્યું છે.. પાકિસ્તાની પેડલર્સ સુરક્ષા એજન્સીઓને જોઈને ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી દેતા હોય છે. અબડાસા અને માંડવીના સૈયદ સુલેમાનપીર, ...

ઓક્ટોબર 11, 2024 7:36 પી એમ(PM)

views 17

પાકિસ્તાન: કોલસાની ખાણમાં થયેલ હુમલામાં 20 શ્રમિકોના મોત

પાકિસ્તાનના બૂલચિસ્તાન પ્રાંતમાં આવેલી કોલસાની એક ખાણમાં અજાણ્યા સશસ્ત્ર હુમલાખોરે કરેલા હુમલામાં 20 શ્રમિકોના મોત થયા છે અને આઠ જણાને ઇજા થઈ છે. ડૂકી પ્રાંતના વડાએ જણાવ્યું છે કે, હુમલાખોરોએ હેન્ડગ્રેનેડ અને રોકેટ લોન્ચરો વડે હુમલો કર્યો હતો. સત્તાવાળાઓએ પોલીસ, અર્ધલશ્કરી દળ અને બચાવ ટૂકડીના જવાનોને સંબંધિત ખાણમાં મોકલ્યા છે.

સપ્ટેમ્બર 29, 2024 10:33 એ એમ (AM)

views 38

પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય : ડૉ. એસ. જયશંકર

પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય અને તેના નિશ્ચિત પરિણામો આવશે તેમ વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે જણાવ્યું છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 79માં સત્રને સંબોધન કરતા તેમણે આ વાત કહી. ડૉ. જયશંકરે જણાવ્યું કે બંને દેશો વચ્ચે ઉકેલવા માટેના મુદ્દાઓમાં પાકિસ્તાન દ્વારા ગેરકાયેદસર ભારતીય વિસ્તારનો કબ્જો તેમજ આતંકવાદમાં તેની સંડોવણીને બંધ કરવા જેવા મુદ્દાઓ સામેલ છે. વિદેશમંત્રીએ પાડોશી દેશની ટીકા કરતા કહ્યું કે પાકિસ્તાનના દુષ્કૃત્યોથી અન્ય પાડોશી દેશોને પણ અસર થઈ છે. તેમણ...

જુલાઇ 16, 2024 10:56 એ એમ (AM)

views 27

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા હતા. શ્રી જયશંકરે કહ્યું, પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે આંતકવાદ એક જોખમ બની ગયું છે. તેમ જ આતંકવાદી હુમલાઓ કરનારાઓને અને આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડનારાઓની ઓળખ કરી તેમને સજા આપવાની જરૂર છે. તાજેતરમાં જ કઝાકિસ્તાનમાં અસ્તાનાની સમાચાર સંસ્થા સાથેના એક ઈન્ટરવ્યૂમાં શ્રી જયશંકરે એ વાત પર પણ ભાર મુક્યો હતો કે, આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદ સામેની લડાઈ શાંઘાઈ સહયોગ સંગઠન – SCOની પ્રાથમિકતા છે. SCOના રાષ્ટ્રાધ્યક્ષ પરિષદની 24મી બેઠ...