એપ્રિલ 24, 2025 8:41 એ એમ (AM) એપ્રિલ 24, 2025 8:41 એ એમ (AM)

views 10

આતંકી હુમલાને લઈને રાજ્યની સરહદ પર ચેકિંગ હાથ ધરાયું

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હવે રાજ્યના સરહદી અને ધાર્મિક સ્થાનો ઉપર સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કચ્છની ધોળાવીરા બોર્ડરથી આવતા - જતા વાહનોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને BSFના જવાનો દ્વારા તપાસ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.. જ્યારે તકેદારીના ભાગરૂપે રાજ્યના ધાર્મિક સ્થાનો ઉપર પણ સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દ્વારકાના જગતમંદિર ખાતે સલામતી વધારી દેવાઇ છે.. મંદિર પરિસરમાં બોમ્બ સ્ક્વોડની ટીમ પણ તૈનાત કરાઈ છે.મંદિર આસપાસ વિસ્તારોમા...

એપ્રિલ 24, 2025 8:34 એ એમ (AM) એપ્રિલ 24, 2025 8:34 એ એમ (AM)

views 6

પહેલગામમાં આતંકી હુમલામા ભોગ બનેલા ત્રણ ગુજરાતીઓના મૃતદેહ વતન પહોંચ્યા

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહ વિમાન માર્ગે રાજ્યમાં પરત લવાયા. ભાવનગરના બે મૃતકના મૃતદેહ અને તેમના ચાર સંબંધીઓને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી વાહન દ્વારા તેમને ભાવનગર પહોંચાડવામાં આવ્યા. આજે સવારે 7 વાગ્યે મૃતદેહોને અંતિમવિધિ માટે તેમના ઘરે લઈ આવવામાં આવ્યા. આઠ વાગે પિતા પુત્રની અંતિમયાત્રા તેમના નિવાસ્થાનેથી નીકળશે. અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સહિતના નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. જ્યારે સુર...