એપ્રિલ 25, 2025 9:53 એ એમ (AM) એપ્રિલ 25, 2025 9:53 એ એમ (AM)
5
જમ્મુ કાશ્મીરથી રાજ્યના પ્રવાસીઓને વતન લાવવા સરકારે વ્યવસ્થા કરી
પહેલગામમાં આતંકવાદી હુમલાનાં ઇજા પામેલા રાજ્યના પ્રવાસીઓને તેમનાં વતન લાવવા માટે રાજ્ય સરકારના સ્ટેટ ઇમરજ્ન્સી ઓપરેશન સેન્ટરે વ્યવસ્થા કરી છે. સેન્ટરને આવા 200 પ્રવાસીઓની યાદી મળી હતી, જેમાંથી જમ્મુ ખાતેથી 24 તથા શ્રીનગર ખાતેથી નવ પ્રવાસીઓએ વતન પરત આવવા ઇચ્છા દર્શાવી હતી. નવ પ્રવાસીઓને શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ વિમાન માર્ગે લાવવામાં આવી રહ્યા છે, જેઓ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના 20 યાત્રિકોને જમ્મુ ખાતેથી વડોદરા ટ્રેન મારફત પરત ફરવા વ્યવસ્થા કરવામાં આવી...