જુલાઇ 15, 2024 9:21 એ એમ (AM) જુલાઇ 15, 2024 9:21 એ એમ (AM)

views 24

સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા – CUET-UGના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા લેવાશે

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTAએ જાહેરાત કરી છે કે, સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા CUET-UG ના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા 19 જુલાઈએ લેવાશે. આ પરીક્ષા સીબીટી એટલે કે, કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ માધ્યમથી લેવાશે. ઉમેદવારોને તેમના વિષય કોડનો ઉલ્લેખ કરીને ઈ-મેલ દ્વારા માહિતી મોકલવામાં આવી છે. પરીક્ષાના પ્રવેશપત્ર ટૂંક સમયમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે. NTAએ કહ્યું કે, વિષય નિષ્ણાતોના પ્રતિસાદના આધારે ફાઇનલ આન્સર કી તૈયાર કરવામાં આવી રહી છે, જે ઑનલાઇન મળેલા વાંધાઓને ધ્યાને લઈ સત્તાવાર વેબસાઇટ પર ટૂંક...

જુલાઇ 1, 2024 3:20 પી એમ(PM) જુલાઇ 1, 2024 3:20 પી એમ(PM)

views 35

NTA એ NEET -UG ની પુનઃ પરીક્ષા બાદ સુધારેલું પરિણામ અને ક્રમાંક જાહેર કર્યા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી - NTA એ આજે રિ-ટેસ્ટ પછી 1 હજાર 563 ઉમેદવારો અને NEET -UG પરીક્ષાના તમામ ઉમેદવારોના રેન્કનું સુધારેલું પરિણામ જાહેર કર્યું છે. NTA એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે તમામ ઉમેદવારોના સુધારેલા સ્કોર કાર્ડ તેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ઉમેદવારો વેબસાઇટ પર લૉગિન કરી શકે છે અને વેબસાઇટ પર તેમના સંબંધિત સુધારેલા સ્કોર કાર્ડ્સ ઍક્સેસ કરી શકે છે

જૂન 25, 2024 3:15 પી એમ(PM) જૂન 25, 2024 3:15 પી એમ(PM)

views 26

સીબીઆઈએ NEET – UGની પરીક્ષા અંગે બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલા પાંચ કેસ પોતાને હસ્તક કર્યા

કેન્દ્ર તપાસ સંસ્થા – સીબીઆઈએ NEET – UGની પરીક્ષા અંગે બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલા પાંચ કેસ પોતાને હસ્તક કર્યા છે. સીબીઆઈએ આ મામલે ગુજરાત અને બિહારમાં એક-એક જ્યારે કે રાજસ્થાનમાં ત્રણ કેસ દાખલ કર્યા છે. તપાસ એજન્સી આ મામલે મહારાષ્ટ્રના લાતુરમાં નોંધાયેલા કેસની પણ તપાસ કરી શકે છે. અધિકારીઓના જણાવ્યા આનુસાર બિહાર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર કથિત પેપર લીકથી સંબંધિત છે, અન્ય ચાર કેસ ઉમેદવારો, સ્થાનિક અધિકારીઓ અને નિરીક્ષકોને સંડોવતા કૌભાંડ અને છેતરપિંડી જેવા કથિત ગેરરીતિઓ સાથે...

જૂન 25, 2024 3:12 પી એમ(PM) જૂન 25, 2024 3:12 પી એમ(PM)

views 35

NTA પરીક્ષા માટેની ઉચ્ચ સ્તરીય સમિતિ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરશે

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી – NTA દ્વારા પરીક્ષાર્થીઓના પારદર્શી, યોગ્ય અને નિષ્પક્ષ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રથમ બેઠક ગઈકાલે મળી હતી. સમિતિના અધ્યક્ષ ડૉ. રાધાકૃષ્ણને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાઓ તેમજ સૂચનોને ધ્યાને લેવા - એ સમિતિની પ્રાથમિકતા છે. સમિતિ આ મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરશે. વધુમાં તેમણે કહ્યું કે સમિતિ વિદ્યાર્થીઓની મુશ્કેલી તેમજ તણાવ દૂર કરવા હેતુથી મજબૂત વ્યવસ્થા વિકસાવવા માટ...