જાન્યુઆરી 26, 2025 7:45 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 7:45 પી એમ(PM)

views 5

કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ, UPSના અમલીકરણની સત્તાવાર સૂચના આપી

કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ, UPSના અમલીકરણની સત્તાવાર સૂચના આપી છે. સરકારે ગયા વર્ષે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ એક વિકલ્પ તરીકે યુનિફાઇડ પેન્શન સ્કીમ રજૂ કરી હતી. આ યોજના આ વર્ષે 1 એપ્રિલથી અમલમાં આવશે. ગઈકાલે જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે UPS એ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડશે જેઓ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે અને જેઓ NPS હેઠળ આ વિકલ્પ પસંદ કરે છે.