જાન્યુઆરી 15, 2025 3:17 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 3:17 પી એમ(PM)

views 6

રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવીયાના હસ્તે નોંધણવદર, હણોલ ગામે અનેક યોજનાઓનું લોકાર્પણ

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ પાલીતાણાના નોંધણવદર અને હણોલ ગામમાં મકરસંક્રાતિના પર્વના દિવસે અનેક યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યું હતું. મનસુખ માંડવીયાએ પાલીતાણાની નોંધણવદર શાળા ખાતે વર્ષ 2018-19 માં વર્ષમાં સંસદ ગ્રાન્ટમાંથી ફાળવેલા 34 લાખ રૂપિયામાંથી તૈયાર થયેલા આઠ રૂમ તેમજ શાળાનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત નોંધણવદર ગામમાં 74 લાખના અન્ય પ્રકલ્પોનું લોકાર્પણ અને પાલીતાણાના હણોલ ગામમાં રોડના કામોનું ખાતમુર્હુત કર્યું હતું.