એપ્રિલ 27, 2025 9:23 એ એમ (AM)

views 11

ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની NIAને સોંપી

ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એજન્સી ઔપચારિક રીતે આતંકવાદી હુમલાની ઘટનાની તપાસ કરશે. અગાઉ, NIA ટીમે આતંકવાદી હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી. આ હુમલો આ મહિનાની 22મી તારીખે પહેલગામના બૈસરન જંગલ વિસ્તારમાં થયો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

ડિસેમ્બર 24, 2024 9:32 એ એમ (AM)

views 10

NIA એ પંજાબમાં આતંકવાદ સંબંધિત ષડયંત્ર કેસમાં ખાલિસ્તાની આતંકવાદી લખબીરસિંહ અને ગેંગસ્ટર બચિત્તરસિંહના મુખ્ય સહયોગી જતિન્દર સિંહની મુંબઈથી ધરપકડ કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા - એનઆઈએએ પંજાબમાં આતંકવાદ સંબંધિત ષડયંત્ર કેસમાં ખાલિસ્તાની આતંકવાદી લખબીરસિંહ અને ગેંગસ્ટર બચિત્તરસિંહના મુખ્ય સહયોગી જતિન્દર સિંહની મુંબઈથી ધરપકડ કરી છે. NIA અનુસાર, ધરપકડ કરાયેલો આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલનો સભ્ય છે. વિદેશમાં રહેતા લખબીરે આ આતંકવાદી જૂથની સ્થાપના કરી હતી. એજન્સીએ કહ્યું છે કે પકડાયેલ આતંકવાદી પંજાબમાં લખબીર અને બચિત્તર સિંહ માટે કામ કરતા લોકોને હથિયાર પૂરા પાડતો હતો. NIA અનુસાર, તેણે મધ્યપ્રદેશથી પંજાબમાં વધુ હથિયારોની દાણચ...

ઓક્ટોબર 23, 2024 7:17 પી એમ(PM)

views 7

રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ની લખનૌની ખાસ અદાલતે પાક સમર્થિત ભારતીય સંરક્ષણ જાસુસી કેસમાં બીજા મુખ્ય આરોપીને દોષિત ઠેરવ્યો

રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ની લખનૌની ખાસ અદાલતે પાક સમર્થિત ભારતીય સંરક્ષણ જાસુસી કેસમાં બીજા મુખ્ય આરોપીને દોષિત ઠેરવ્યો છે. ગુજરાતના પશ્ચિમ કચ્છ જિલ્લાના રજાકભાઇ કુંભારને ભારત દંડ સંહિતાની કલમ હેઠળ 6 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે. રજાકભાઇ સામે 2021માં પુરક ચાર્જશીટ દાખલ કરાઇ હતી. એજન્સીની તપાસમાં બહાર આવ્યું હતું કે રજાકભાઇએ રશીજ અને પાકિસ્તાન સ્થિત ISI એજન્ટો સાથે મળીને આતંકવાદી કૃત્યો કરવા માટે કાવતરું ઘડ્યું હતું.

ઓક્ટોબર 11, 2024 7:56 પી એમ(PM)

views 11

છત્તીસગઢમાં માઓવાદીઓને શસ્ત્રોના પુરવઠાના કેસમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ

રાષ્ટ્રીય તપાસ સંસ્થા-એનઆઈએ છત્તીસગઢમાં માઓવાદીઓને શસ્ત્રોના પુરવઠાના કેસમાં સંડોવાયેલા મનાતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ઉત્તરપ્રદેશના વતની છે. આજની ધરપકડ સાથે એનઆઈએ દ્વારા આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા વધીને છ થઈ છે. તપાસ સંસ્થાએ જણાવ્યું છે કે, આ બંને આરોપીઓ માઓવાદીઓને શસ્ત્રોનો પુરવઠો કરવામાં સંડોવાયેલા જણાયા છે.

સપ્ટેમ્બર 27, 2024 2:37 પી એમ(PM)

views 8

NIA એ એક બસ પર થયેલા આતંકી હુમલાની તપાસના ભાગરૂપે જમ્મુ વિભાગના રાજૌરી અને રિયાસી જિલ્લામાં અનેક સ્થળોએ આજે તપાસ અભિયાન શરૂ કર્યું

રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA એ તાજેતરમાં એક બસ પર થયેલા આતંકી હુમલાની તપાસના ભાગરૂપે જમ્મુ વિભાગના રાજૌરી અને રિયાસી જિલ્લામાં અનેક સ્થળોએ આજે તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ બસ રિયાસી જિલ્લાના શિવ ખોરી મંદિરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈને જઈ રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો હતો. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે એનઆઈએની ઘણી ટીમો આજ સવારથી તપાસ કરી રહી છે.