જુલાઇ 8, 2024 8:11 એ એમ (AM) જુલાઇ 8, 2024 8:11 એ એમ (AM)
3
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
રાજ્યભરમાં ગઇકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે ધાર્મિક હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજ્યના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. મુખ્ય રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેથી યોજાઇ હતી. મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ અને રથનું પૂજન કરી પહિંદ વિધિ કરી હતી. ભગવાના રથની સોનાની સાવરણીથી પહિંદવિધિ સંપન્ન કરી મુખ્યમંત્રીએ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. મુખ્યમંત્રી રથયાત્રાને સાચા અર્થમાં લોકઉત્...