સપ્ટેમ્બર 18, 2024 8:42 એ એમ (AM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડની ત્રણ રાજ્યોની મુલાકાતે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડની ત્રણ રાજ્યોની મુલાકાતે જશે. તેઓ આજે જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નૉલોજી (MNIT)ના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બાગડે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હાજરી આપશે. આવતીકાલે, રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશની મુલાકાતે છે. જ્યાં તેઓ સફાઈ મિત્ર સંમેલનને સંબોધિત કરશે. ઉપરાંત ઉજ્જૈન ખાતે ઈન્દોર-ઉજ્જૈન સિક્સ લેન રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તે ઈન્દ...

સપ્ટેમ્બર 15, 2024 10:12 એ એમ (AM)

views 24

ડાયમંડ લીગમાં નીરજ ચોપડાએ રજત જીત્યો

ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપડાએ ડાયમંડ લીગમાં રજત ચંદ્રક જીત્યો છે. શનિવારે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં નીરજ ચોપડાએ 87.86 મીટરનો થ્રો કર્યો હતો, જે તેમનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. તેઓ માત્ર 1 સેન્ટિમિટરના અંતરથી સુવર્ણ ચંદ્રક ચૂકી ગયા હતા. આ સ્પર્ધામાં પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા અંડરસન પીટર્સે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે જર્મનીના જૂલિયન વેબર ત્રીજા સ્થાને રહ્યા હતા. આ સતત ત્રીજી વાર છે કે, જ્યારે નીરજ ચોપડા ડાયમંડ લીગમાં ચંદ્રક જીત્યા છે.

સપ્ટેમ્બર 12, 2024 11:42 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી તમામ સભ્ય દેશો દ્વારા "દિલ્હી ડેક્લરેશન" ને અપનાવવાની જાહેરાત પણ કરશે. દિલ્હી ડેક્લરેશન એ પ્રદેશના ઉડ્ડયન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેની મહત્વાકાંક્ષી માર્ગદર્શિક છે. આ પરિષદ અને દિલ્હી ડેક્લરેશનનો સ્વીકાર એશિયા-પ્રશાંત દેશોનાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સલામતી અને સાતત્યતાને આગળ ધપાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગ...

ઓગસ્ટ 29, 2024 8:59 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બહુવિધ મંચ-પ્રગતિની 44મી બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારી સાથે અસરકારક શાસન વ્યરવસ્થાિ અને સમય પર કાર્યક્રમોના અમલીકરણના સંચાર ટેકનોલોજી પર આધારિત બહુવિધ મંચ-પ્રગતિની 44મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં માર્ગ જોડાણ સાથે સંબંધિત બે પરિયોજના, બે રેલવે અને કોલસા, ઉર્જા અને જળ સંસાધન ક્ષેત્રની એક -એકસહિત સાત મહત્વપૂર્ણ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જેની કુલ કિંમત 76 હજાર 500 કરોડ રૂપિયાથી વધુ છે. આ પરિયોજનાઓ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા,...

ઓગસ્ટ 19, 2024 11:26 એ એમ (AM)

views 20

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી

આજે નાળિયેરી પૂર્ણિમાએ સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શૂભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના અનેખા સંબંધોની ઉજવણીનો તહેવાર છે, જે પરસ્પર પ્રેમ અને વિશ્વાસને મજબૂત બનાવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું, આ તહેવાર ધાર્મિક અને સાંસ્કૃતિક મર્યાદાથી આગળ વધીને દેશની વિવિધતામાં એકતાનું પ્રતિક છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આ તહેવાર મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાના સંકલ્પને મજ...

ઓગસ્ટ 19, 2024 11:23 એ એમ (AM)

views 20

મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ આજથી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે

મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ આજથી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમા જણાવ્યું છે કે 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસથી બંને દેશો વચ્ચેના દ્વીપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક દૃષ્ટિએ નવી ઉંચાઈઓ મળી હતી. મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમની મુલાકાતથી ભવિષ્ય માટે બહુક્ષેત્રીય સહકારના પરિપ્રેક્ષ્યમાં ભારત-મલેશિયા વચ્ચેના સંબંધોને વ...

ઓગસ્ટ 19, 2024 11:13 એ એમ (AM)

views 22

રાજ્યમાં વાયરલ એન્કેફેલાઈટીસના અત્યાર સુધીમાં શંકાસ્પદ 164 કેસ નોંધાયા છે

રાજ્યમાં ચાંદીપુરા એટલે કે, વાયરલ એન્કેફેલાઈટીસના અત્યાર સુધીમાં શંકાસ્પદ 164 કેસ નોંધાયા છે. આમાંથી સૌથી વધારે 16—16 કેસ સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં હોવાના અહેવાલ છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ, આ તમામ કેસ પૈકી સૌથી વધુ ચાંદીપુરાના સાત પોઝિટિવ કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 61એ પહોંચી છે. જ્યારે 73 દર્દીના મોત નીપજ્યા છે. રાજ્યમાં હાલમાં ચાંદીપુરા કેસના 4 દર્દી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 87 દર્દીને રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટુકડીએ પોઝિટિવ અને શં...

ઓગસ્ટ 6, 2024 10:52 એ એમ (AM)

views 20

રાજ્યમાં સરેરાશ 23 ઇંચ સાથે મોસમનો 68 ટકા વરસાદ – આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના 144 તાલુકામાં ગઈ કાલે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા ઈંચ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામા પડ્યો હતો. આ સાથે રાજ્યમાં સરેરાશ 23 ઇંચ સાથે મોસમનો 68 ટકા વરસાદ પડી ચૂક્યો છે. સૌથી વધુ 150 ટકા વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો છે. દ્વારકામાં સરેરાશ 30 ઇંચની સામે અત્યાર સુધી 46 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં 124 ટકા વરસાદ પડ્યો છે. નવસારીમાં 96 ટકા વરસાદ પડી ચૂક્યો છે. તાલુકા પ્રમાણે જોઇએ તો, દ્વારકામાં સૌથી વધુ 250 ટકા અને કલ્યાણપુરમાં 147 ટકા, જૂનાગઢ જિલ્લ...

ઓગસ્ટ 5, 2024 2:47 પી એમ(PM)

views 24

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફિજીના બે દિવસીય પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફિજીના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. ફિજીના નાયાબ પ્રધાનમંત્રી વિલિયમ ગોવેકા અને પી.એસ. કાર્થિગેયાન તેમજ ફિજીમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમનું સ્વાગ કર્યું હતું. શ્રી મુર્મુ 6 અને 7 ઑગસ્ટ દરમિયાન વિવિધ રાજકીય કાર્યક્રમો ભાગ લેશે. તેઓ ફિજીના રાષ્ટ્રપતિ વિલિયમ કાતોનિવેરે અને પ્રધાનમંત્રી સિતિવેની રેબુકા સાથે દ્વીપક્ષીય વાટાઘાટો કરશે. શ્રી મુર્મુ ફિજીની સંસદમાં સંબોધન કરવા ઉપરાંત ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે.

ઓગસ્ટ 5, 2024 10:35 એ એમ (AM)

views 26

પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટન ખેલાડી લક્ષ્યસેન આજે દેશ માટે ચોથો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે

ભારતના બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન આજે દેશ માટે ચોથો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે. લક્ષ્ય સેન આજે ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગ્યે પુરુષ સિંગલ્સની મેચમાં મલેશિયાના ઝી જિયા લી સામે ટકરાશે. લક્ષ્ય સેન ગઇકાલે સેમિફાઇનલ મુકાબલામાં ડેનમાર્કના વિક્ટર એક્સેલસનને હરાવવામાં નિષ્ફળ રહ્યા, અને સીધા સેટમાં 20-22, 14-21થી હાર્યા હતા. તેઓ ઓલિમ્પિક્સમાં સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ પુરુષ બેડમિન્ટન ખેલાડી છે. સાઈના નેહવાલ અને પીવી સિંધુ બેડમિન્ટનમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનારી મહિલા ખેલાડી છે.