સપ્ટેમ્બર 22, 2024 10:08 એ એમ (AM)

views 16

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દિવમાં ‘પીએમ આવાસ’નું લોકાર્પણ કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેઓ દિવમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી અંતર્ગત નવા મકાનોનું લોકાર્પણ કરશે. ગઈકાલે તેમણે સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ધન્વંતરિ ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ ઉપરાંત તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક સંસ્થાનના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ અને તેમના પત્નીએ વૃક્ષારોપણ પણ કર્યુ હતું. ઉપરાષ્ટ્રપતિ ડોકમરડી ઓડિટોરિયમમાં પશ્ચિમ ક્ષેત્રના સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા...

સપ્ટેમ્બર 22, 2024 9:36 એ એમ (AM)

views 68

અમિત શાહ આજે રાજૌરીમાં જનસભાને સંબોધિત કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજૌરી વિધાનસભા ક્ષેત્રના નૌશેરામાં જનસભાને સંબોધિત કરશે. અહિયાં તેઓ રાજૌરી વિધાનસભા ઉપરાંત કાલાકોટ-સુંદરબની વિધાનસભા ક્ષેત્રની બેઠકના મતદારોને પણ સંબોધન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. 25 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કામાં 26 વિધાનસભા બેઠકો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સપ્ટેમ્બર 22, 2024 9:19 એ એમ (AM)

views 13

શ્રીલંકા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અનુરા કુમાર દિશાનાયકે આગળ

શ્રીલંકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી અંતર્ગત મતગણતરી શરૂ થઈ ચૂકી છે. હાલમાં પોસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે. આ ગણતરીમાં ડાબેરી નેશનલ પીપલ્સ પાવર (એનપીપી)ના નેતા અનુરા કુમાર દિશાનાયકે તેના અન્ય હરીફ ઉમેદવારો કરતાં આગળ ચાલી રહ્યા છે.

સપ્ટેમ્બર 22, 2024 8:47 એ એમ (AM)

છોટાઉદેપુરના કુકરદામાં વેધર સ્ટેશન સ્થપાયું

સ્થાનિક હવામાન આગાહીને વધારવા માટે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ પ્રદેશ એવા કુકરદામાં વેધર સ્ટેશન સ્થાપવામાં આવ્યું છે. જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં સ્થાનિક હવામાન આગાહી સુવિધાને વધુ મજબૂત બનાવવા માટે કુકરદા ગામમાં વેધર સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ NABARDના આર્થિક સહયોગથી અને દીપક ફાઉન્ડેશન અને સંરક્ષણ જળસ્ત્રાવ વિકાસ સમિતિ, કુકરદાના સહયોગથી ચાલી રહ્યો છે. પ્રોજેક્ટ હેઠળ કુકરદા, તરોલ, પિસાયતા અને સાંકળ ગામોમાં સહિયારી અને ખાનગી જમીનના ધોવાણ અટકાવવા ...

સપ્ટેમ્બર 21, 2024 10:47 એ એમ (AM)

views 13

ખેડૂતોને ચાર કલાક વધુ વીજળી આપવા મોઢવાડિયાની ઊર્જા મંત્રીને રજૂઆત

પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈને પત્ર લખીને તેમજ રૂબરુ મુલાકાત કરીને ખેડૂતોને વધુ સમય વીજળી આપવા માટે રજૂઆત કરી હતી. જે અંગે ઊર્જા મંત્રીએ વધુ વીજળી પૂરી પાડવા માટેની ખાતરી આપી હતી. ઊર્જા મંત્રી કનુ દેસાઈને કરેલી રજૂઆતમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ખેડુતોનો પાક માટે પીયતની જરૂરિયાત ઉભી થઈ છે. જેથી ખેડૂતોને દૈનિક 8 કલાક વીજળી મળે છે તેના સમયમાં વધારો કરીને 12 કલાક વિજળી આપવામાં આવે તેવી રજૂઆત ક...

સપ્ટેમ્બર 21, 2024 10:15 એ એમ (AM)

views 19

પ્રધાનમંત્રી મોદી અમેરિકા જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. તા.21થી 23 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે, તેમજ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી અમેરિકા પ્રવાસ માટે આજે વહેલી સવારે રવાના થયા છે. અમેરિકાના ડેલવેરે ખાતે યોજાનારી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં તેઓ ભાગ લેશે. આ પ્રસંગે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને અન્ય મહાનુભાવો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ત્યાર બાદ તેઓ ન્યૂ...

સપ્ટેમ્બર 19, 2024 11:46 એ એમ (AM)

views 15

રાજ્યભરમાં “સ્વચ્છતા હી સેવા ” અભિયાન હેઠળ વિવિધ પ્રવૃતિઓ યોજાઈ રહી છે.

રાજ્યભરમાં "સ્વચ્છતા હી સેવા " અભિયાન હેઠળ વિવિધ પ્રવૃતિઓ યોજાઈ રહી છે. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે, ટપાલ વિભાગ દ્વારા મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે સ્વચ્છતા શપથ અને "એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો.ઉપરાંત સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિના ઉદેશ્યથી ગઈકાલે પ્રભાતફેરીનું આયોજન કરાયું હતું. તેવી જ રીતે રાજકોટના વિંછીયા તાલુકાના મોઢુકા ગામે મુખ્ય બજાર અને જાહેર સ્થળોએથી કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

સપ્ટેમ્બર 19, 2024 11:34 એ એમ (AM)

views 19

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ થયો

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ થયો છે. 3 દિવસ ચાલનારી આ આંતર રાજ્ય સ્પર્ધામાં રાજયભરના 25 જિલ્લાઓની શાળાઓની ટીમો ભાગ લઈ રહી છે. જેમાં 400થી વધુ કિશોર ભાગ લઈ રહ્યા હોવાનું સ્પર્ધાના કન્વીનર અને રાજકોટ હોકી કોચ મહેશ દિવેચાએ જણાવ્યું. ગઈકાલે ક્વાર્ટર ફાઇનલ મેચ રમાઈ હતી. જ્યારે આજે ફાઇનલ મેચ રમાશે. આ મેચમાં વિજેતા ટીમ રાષ્ટ્રીય સ્તરે દિલ્હીમાં યોજનારી મેચમાં ભાગ લઈ શકશે.

સપ્ટેમ્બર 19, 2024 11:15 એ એમ (AM)

views 10

હ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ ટીમ સાથે મા અંબાને ધજા અર્પણ કરી

શક્તિપીઠ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પુનમના મેળાનું ગઈકાલે સમાપન થયું છે. ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવાની પરંપરા રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ ટીમ સાથે મા અંબાને ધજા અર્પણ કરી હતી. અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું. મેળામાં સલામતી માટે 24 કલાક કાર્યરત પોલીસની ફરજનિષ્ઠાની પણ શ્રી સંઘવીએ પ્રશંસા કરી હતી. પદયાત્રીઓની સેવા કરનારા અને પદયાત્રાન...

સપ્ટેમ્બર 19, 2024 10:27 એ એમ (AM)

views 9

2025ની બોર્ડની પરિક્ષામાં ધોરણ નવ અને 11નાં વિદ્યાર્થીઓ માટેની નોંધણી ગઈકાલથી શરૂ થઈ

2025ની બોર્ડની પરિક્ષામાં ધોરણ નવ અને 11નાં વિદ્યાર્થીઓ માટેની નોંધણી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ- CBSEનાં જાહેરનામા પ્રમાણે નોંધણી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર છે. CBSE સંલગ્ન શાળાઓએ cbse.gov.in પર પોતાનાં વિદ્યાર્થીઓની નોંધણી કરાવવાની રહેશે. બોર્ડે જણાવ્યું છે કે, શાળાઓ દ્વારા જે વિદ્યાર્થીઓની નોંધણી થઈ હશે તેમને જ વર્ષ 2025-26નાં શૈક્ષણિક સત્રમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં બેસવા દેવાશે. શાળાઓએ પોતાના વિદ્યાર્થીઓની વિગતો રજૂ કરતાં પહેલાં પોર્ટલ પર પો...