સપ્ટેમ્બર 26, 2024 10:52 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2024 10:52 એ એમ (AM)

views 5

જો કોઈપણ પરમાણુ શક્તિ સંપન્નરાષ્ટ્ર રશિયા પર હુમલો કરનાર દેશને સમર્થન આપે છે તો તેને હુમલામાં સામેલ ગણવામાં આવશે. – રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે જો કોઈપણ પરમાણુ શક્તિ સંપન્નરાષ્ટ્ર રશિયા પર હુમલો કરનાર દેશને સમર્થન આપે છે તો તેને હુમલામાં સામેલ ગણવામાં આવશે. ગઈકાલે મોસ્કોમાં રશિયાની સુરક્ષા પરિષદની બેઠકમાં, શ્રી પુતિને જાહેરાત કરી હતી કે જો પરમાણુ શક્તિ સંપન્ન દેશના સમર્થનથી કોઈ પણ પરમાણુ રહિત દેશ રશિયા પર હુમલો કરે છે, તો આવી કાર્યવાહીને રશિયન સંઘ પર સંયુક્ત હુમલા તરીકે જોવામાં આવશે. રશિયન લશ્કરી થાણાઓ પર લાંબા અંતર સુધી હુમલો કરવા સક્ષમ પશ્ચિમી મિસાઇલોનો યુક્રેન દ્વારા ઉપયોગ કરવાની મંજૂર...

સપ્ટેમ્બર 26, 2024 10:28 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2024 10:28 એ એમ (AM)

views 7

ભારતના કમલ ચાવલાએ મંગોલિયાના ઉલાનબટારમાં IBSF વિશ્વ પુરુષ 6 રેડ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી લીધી છે.

ભારતના કમલ ચાવલાએ મંગોલિયાના ઉલાનબટારમાં IBSF વિશ્વ પુરુષ 6 રેડ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ચાવલાએ ફાઇનલમાં પાકિસ્તાનના અસજાદ ઇકબાલને 6-2થી હરાવીને તેનો પ્રથમ IBSF વિશ્વ ખિતાબ જીત્યો છે. મલકિત સિંહ, વિદ્યા પિલ્લઈ અને કીર્તન પાંડિયને ત્રણ કાંસ્ય ચંદ્રકો જીત્યા. ચાવલા વર્ષ 2017માં આ ટુર્નામેન્ટનો રનર-અપ હતો. ભારતની વિદ્યા પિલ્લઈએ મહિલા વર્ગમાં સેમિફાઇનલમાં હોંગકોંગની એનજી ઓન યી સામે 2-4ના સ્કોરથી હાર્યા બાદ કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.

સપ્ટેમ્બર 26, 2024 10:13 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2024 10:13 એ એમ (AM)

views 2

હવામાન વિભાગે અતિભારે વરસાદને પગલે મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, ગુજરાત, સિક્કિમ અને પશ્ચિમ બંગાળનાં કેટલાંક ભાગોમાં રેડ એલર્ટ જાહેર કર્યું

મુંબઇ અને તેના પરા વિસ્તારોમાં ગઈકાલથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઇ અને થાણેમાં આજે ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુલુન્ડ, ભાંડુપ અને અંધેરી સબવે સહિતનાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં ગઈ કાલે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન-BMC એ આજે મુંબઇમાં તમામ શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે. બીએમસીએ નાગરિકોને અનિવાર્ય હોય તો જ...

સપ્ટેમ્બર 26, 2024 9:33 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2024 9:33 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પુણેની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પુણેની મુલાકાત લેશે. ત્યાં તેઓ 22 હજાર 600 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી જિલ્લા અદાલતથી સ્વારગેટ સુધી શરૂ થનારી મેટ્રો ટ્રેનને પણ લીલીઝંડી આપશે. સુપર કોમ્પ્યુટિંગ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ દેશમાં વિકસિત આશરે 130 કરોડ રૂપિયાના મૂલ્યના ત્રણ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર રાષ્ટ્રને સમર્પિત કરશે. અત્યાધુનિક વૈજ્...

સપ્ટેમ્બર 26, 2024 9:30 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2024 9:30 એ એમ (AM)

views 5

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 54.11 ટકા મતદાન નોંધાયું હતું.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધી 54.11 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે કહ્યું કે26 વિધાનસભા મતવિસ્તારો માટેમતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનરજ્ઞાનેશ કુમાર અને ડૉ. સુખબીર સિંહ સંધુએ સુચારૂ મતદાન થાય તે માટે સમગ્ર મતદાન પ્રક્રિયાપર દેખરેખ રાખી હતી.શ્રી રાજીવ કુમારે કહ્યું કે ખીણ અને પહાડી વિસ્તારોમાં જ્યાં ભયનું વાતાવરણ ઊભું કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો ત્યાં લોકો હવે લોકતાંત્રિક પ્રક્રિયામા...

સપ્ટેમ્બર 26, 2024 9:14 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2024 9:14 એ એમ (AM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિયાચીનમાં બેઝ કેમ્પની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિયાચીનમાં બેઝ કેમ્પની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ બેઝ કેમ્પમાં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે.

સપ્ટેમ્બર 26, 2024 9:10 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2024 9:10 એ એમ (AM)

views 4

ભારતે આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

ભારતે આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે ન્યુયોર્કમાં જી-20 દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાત કરતી વખતે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રને ભૂતકાળમાં પ્રતિબંધો હેઠળ રાખવામાં આવ્યા છે અને વિશ્વની સાથે તેનો વિકાસ થવો જોઈએ. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા જાળવવાના પોતાના લક્ષ્યને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. જેનાથી વિશ્વ સં...

સપ્ટેમ્બર 25, 2024 10:57 એ એમ (AM) સપ્ટેમ્બર 25, 2024 10:57 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં જનસભાને સંબોધશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં જનસભાને સંબોધશે. આ રેલી દ્વારા ભાજપ સોનીપત, રોહતક અને પાણીપતમાં આવતા 22 વિધાનસભા ક્ષેત્રોના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. આજની રેલીને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, હરિયાણાના લોકોએ ભારતીય જનતા પાર્ટીની જંગી જીત સુનિશ્ચિત કરવાનું મન બનાવી લીધું છે. શ્રી મોદીએ આ મહિનાની 14 તાર...

સપ્ટેમ્બર 22, 2024 12:03 પી એમ(PM) સપ્ટેમ્બર 22, 2024 12:03 પી એમ(PM)

views 16

ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું, અશ્વિને 6 વિકેટ ઝડપી

ભારતે પ્રવાસી બાંગ્લાદેશને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 280 રનથી હરાવીને ઐતિહાસિક જિત મેળવી છે. બાંગ્લાદેશની ટીમ ચોથા દિવસે પોતાના બીજા દાવમાં 234 રનમાં સમેટાઇ ગઈ હતી. ભારતે બાંગ્લાદેશને 515 રનનો મોટો અને અઘરો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતના રવિચંદ્રન અશ્વિને 6 અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ મેચ આગામી તા. 27 સપ્ટેમ્બરે કાનપુરમાં રમાશે.

સપ્ટેમ્બર 22, 2024 10:29 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2024 10:29 એ એમ (AM)

views 12

રાજ્યના અંબાજી, સોમનાથ, સહિતના 32 સ્થળોના પ્રસાદની તપાસ કરાઇ

તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી જોવા મળતા દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. જેના અંતર્ગત ગુજરાતનાં પ્રસિદ્ધ તીર્થસ્થાનો અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના 32 સ્થળો પર પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુજરાતમાં પ્રસાદ વહેંચણી કરતાં આવા વિવિધ 32 જેટલા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં આ સ્થળોના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબીનું તત્વ જોવા મળ્યું ન હતું, તેમ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ...