ઓક્ટોબર 19, 2024 8:43 એ એમ (AM) ઓક્ટોબર 19, 2024 8:43 એ એમ (AM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે. ગઈકાલે તેમણે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચાકવેરા સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ, ભારત અને મલાવી વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રપતિ મૂર્મુ અલ્જેરિયા અને મોરિટાનિયા સહિત ત્રણ આફ્રિકન દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ગુરુવારે મલાવી પહોંચ્યા હતા. આ ત્રણ આફ્રિકન દેશોની મુલાકાત લેનાર તે પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ છે. G-20 ન...

ઓક્ટોબર 19, 2024 8:37 એ એમ (AM) ઓક્ટોબર 19, 2024 8:37 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે. આ સપ્તાહ અંતર્ગત દરેક કર્મયોગીએ ઓછામાં ઓછા ચાર કલાકની યોગ્યતા સાથે જોડાયેલ શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે. આ માટે મંત્રાલયો અને વિભાગ ક્ષેત્ર-વિશિષ્ય ક્ષમતાઓને વધારવા માટે વર્કશૉપ અને સેમિનારનું આયોજન કરશે. રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ - NLW વ્યક્તિગત સહભાગીઓ, મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના જોડાણ દ્વારા શીખવા માટે સમર્પિત રહેશે. NLW દરમિયાન દરેક કર્મયોગી ઓછામાં ઓછા 4 કલાકની યોગ્યતા-સંબંધિત શિક...

ઓક્ટોબર 16, 2024 9:40 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 9:40 એ એમ (AM)

views 11

ભારત ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં આજે ન્યૂ ઝિલેન્ડ સામે રમશે.

ભારત ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં આજે ન્યૂ ઝિલેન્ડ સામે રમશે. બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આ મેચ સ્થાનિક સમય અનુસાર સવારે સાડા નવ વાગ્યે શરૂ થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 2012-13 સીઝન બાદથી ઘરઆંગણે સતત 19મી શ્રેણી જીતવાનો લક્ષ્ય પણ બનાવશે. બીજી ટેસ્ટ 24થી 28 ઑક્ટોબર સુધી પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ એકથી પાંચ નવેમ્બર સુધી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

ઓક્ટોબર 16, 2024 9:22 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 9:22 એ એમ (AM)

views 6

નેશનલ કૉન્ફરન્સ પક્ષના નેતા ઑમર અબ્દુલ્લા આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે.

નેશનલ કૉન્ફરન્સ પક્ષના નેતા ઑમર અબ્દુલ્લા આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે. ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા આજે સવારે સાડા 11 વાગ્યે શ્રીનગરના શેર-એ-કાશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર ખાતે યોજાનારા કાર્યક્રમમાં શ્રી અબ્દુલ્લા અને તેમના મંત્રી પરિષદને શપથ લેવડાવશે. તાજેતરમાં પૂરી થયેલી વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સ પક્ષને બહુમતી મળતા ઉપ-રાજ્યપાલે તેમને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી વર્ષ 2014માં યોજાઈ હતી. અમારા સંવાદદ...

ઓક્ટોબર 16, 2024 9:10 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 9:10 એ એમ (AM)

views 6

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજે ઇસ્લામાબાદમાં શાંઘાઈ સહયોગ સંગઠન – S.C.O.ની સરકારના વડાઓની પરિષદની 23મી બેઠકમાં ઉપસ્થિત રહેશે.

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજે ઇસ્લામાબાદમાં શાંઘાઈ સહયોગ સંગઠન – S.C.O.ની સરકારના વડાઓની પરિષદની 23મી બેઠકમાં ઉપસ્થિત રહેશે. તેઓ પાકિસ્તાનના 2 દિવસના પ્રવાસ પર ગઈકાલે પાકિસ્તાન પહોંચ્યા છે. પાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાયેલી S.C.O.ની બેઠકમાં ડૉ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારત S.C.O.ની તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ભાગ લે છે. સંસ્થાના સરકારના વડાઓની એક બેઠક દર વર્ષે યોજાય છે, જેમાં વેપાર અને આર્થિક કાર્યસૂચિની ચર્ચા કરવામાં આવે છે. આ પહેલા ડૉ. જયશંકરે તેમની પાકિસ્તાન યાત...

ઓક્ટોબર 16, 2024 9:00 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 9:00 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સેવા, ખેતી અને ટકાઉ શહેરો પર કેન્દ્રીત ત્રણ A.I. શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપનાની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સેવા, ખેતી અને ટકાઉ શહેરો પર કેન્દ્રીત ત્રણ A.I. શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપનાની પ્રશંસા કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના એક સંદેશના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘આ ટેક્નિક, નવિનતા અને A.I. માં અગ્રણી બનવાના ભારતના પ્રયાસમાં એક મહત્વનું પગલું છે.’ શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ઉત્કૃષ્ટતા કેન્દ્ર દેશની યુવાશક્તિને મદદરૂપ થશે અને ભારતને ભવિષ્યના વિકાસનું કેન્દ્ર બનાવવામાં યોગદાન આપશે.

ઓક્ટોબર 16, 2024 8:42 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 8:42 એ એમ (AM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જેરિયાના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ પ્રવાસના બીજા તબક્કામાં આજે મૉરિટાનિયા માટે રવાના થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જેરિયાના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ પ્રવાસના બીજા તબક્કામાં આજે મૉરિટાનિયા માટે રવાના થશે. રાષ્ટ્રપતિએ ભારત અને અલ્જેરિયા વચ્ચેને સંબંધને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉચ્ચ સ્તરની નેતાઓ અને પ્રતિનિધિમંડળની સાથે વિવિધ દ્વિપક્ષી બેઠક યોજી હતી. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, ‘મૉરિટાનિયાના એક દિવસના પ્રવાસમાં રાષ્ટ્રપતિ અનેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ મૉરિટાનિયાના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ આઉલ્દ ગઝૌઆની અને અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષી બેઠક તેમજ મૉરિટાનિયામાં ભારતીય સ...

ઓક્ટોબર 15, 2024 11:10 એ એમ (AM) ઓક્ટોબર 15, 2024 11:10 એ એમ (AM)

views 9

પાક નુકસાન માટે સરવે કરાવવા અમરેલીના ધારાસભ્ય વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ખેતીપાકોને નુકશાનીની ભીતી છે. ત્યારે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની નુકસાનીનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે સહાયની ચૂકવણી કરવાની માંગણી કરી છે. અમરેલી અને જિલ્લામાં સતત વરસાદને કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાન થયું હોવાનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

ઓક્ટોબર 15, 2024 10:59 એ એમ (AM) ઓક્ટોબર 15, 2024 10:59 એ એમ (AM)

views 5

રણજી ટ્રોફીમાં ગુજરાત-બરોડાનો વિજયી પ્રારંભ, સૌરાષ્ટ્રે હારનો સામનો કર્યો

રણજી ટ્રોફીમાં ગુજરાત અને બરોડાએ વિજયી પ્રારંભ કર્યો છે. જ્યારે સૌરાષ્ટ્રે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત હૈદરાબાદ વચ્ચેની મેચમાં ગુજરાતે હૈદરાબાદને 126 રને પરાજ્ય આપ્યો હતો. આ મેચમાં ગુજરાતે પ્રથમ ઇનિંગમાં 343 અને હૈદરાબાદે 248 રન કર્યા હતા. બીજી ઇનિંગમાં ગુજરાત 201 રને ઓલઆઉટ થતાં હૈદરાબાદને જીત માટે 297 રનનો પડકાર મળ્યો હતો પરંતુ હૈદરાબાદ ચોથા દિવસની રમતમાં 170 રને ઓલઆઉટ થતાં તેની 126 રન હાર થઈ હતી. બરોડા મુંબઈ વચ્ચેની મેચમાં બરોડાએ મુંબઈને 84 રને હરાવ્યું છે. આ મેચમાં બરોડાએ પ્રથમ ઇનિંગ...

ઓક્ટોબર 15, 2024 10:52 એ એમ (AM) ઓક્ટોબર 15, 2024 10:52 એ એમ (AM)

views 4

ગૃહ મંત્રી અમિત શાહ આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ભારતીય પોલીસ સેવા – I.P.S.ના પ્રૉબેશનર્સ સાથે સંવાદ કરશે. દરમિયાન પ્રૉબેશનરી અધિકારી ગૃહમંત્રી સાથે પોતાની તાલીમ અંગેનો અનુભવ રજૂ કરશે. બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અધિકારીઓને દેશની આંતરિક સલામતી સાથે સંકળાયેલા પડકારોને પહોંચી વળવા માટે માર્ગદર્શન આપશે.    ભારતીય પોલીસ સેવા 2023 બેચમાં 54 મહિલા અધિકારીઓ સહિત કુલ 188 અધિકારી તાલીમાર્થીઓએ પાયાના અભ્યાસક્રમ તાલીમ પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો છે. દિલ્હીમાં વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ – C.A.P.F. અને કેન...