નવેમ્બર 8, 2024 11:48 એ એમ (AM)

views 17

બર્લિન એક્સપોમાં પાટણના પટોળાંને સ્થાન મળ્યું

“પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં”. પાટણની પ્રભુતા સમાન પાટણના પટોળાને જર્મનીમાં 6 થી 9 નવેમ્બર દરમિયાન યોજાયેલા બર્લિન એક્સપોમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભૌગોલિક સૂચકાંક એટલે કે જીયોગ્રાફી ઇન્ડિકેશન રજીસ્ટર, ચેન્નાઈ દ્વારા દેશમાંથી સાત કલાકારોને જર્મની લઈ જવામાં આવ્યા છે. જેમાં પાટણના પટોળા માટે પાટણના માધવી હેન્ડીક્રાફ્ટના શ્યામ સુનિલભાઈ સોનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધી રમેશ સોલંકી જણાવે છે કે, આ એક્સપોમાં પટોળામાંથી બનાવેલ શર્ટ, ટાઈ, ક્લચ, દુપટ્ટા, બીચ પરના રૂમ...

નવેમ્બર 7, 2024 9:13 એ એમ (AM)

views 53

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેવા રાજ્યોમાંથી 558 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે મહારાષ્ટ્ર, ઝારખંડ ઉપરાંત જ્યાં પેટા ચૂંટણીઓ યોજાવાની છે તેવા રાજ્યોમાંથી 558 કરોડ રૂપિયાની રોકડ, મતદારોને મફતમાં વહેંચવાની ચીજો, શરાબ, માદક પદાર્થો અને કિંમતી ધાતુઓ જપ્ત કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાંથી આશરે 280 કરોડ રૂપિયા અને ઝારખંડમાંથી 158 કરોડ રૂપિયાનાં મૂલ્યની ચીજો જપ્ત કરવામાં આવી છે. આ બંને રાજ્યોમાંથી થયેલી કુલ જપ્તી 2019ની વિધાનસભા ચૂંટણી કરતા ત્રણ ગણી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તમામ અધિકારીઓને ચૂંટણી દરમિયાન ભ્રષ...

નવેમ્બર 7, 2024 8:54 એ એમ (AM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાત કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. સામાજિક માધ્યમની પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ ટેકનોલોજી, સંરક્ષણ, ઊર્જા, અવકાશ સહિતનાં ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા સાથે મળીને કામ કરવા આશાવાદી છે. પ્રધાનમંત્રીએ અમેરિકન કોંગ્રેસની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીનાં દેખાવ બદલ પણ શ્રી ટ્રમ્પને અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન શ્રી ટ્રમ્પે જણાવ્યું કે, સમગ્ર વિશ્વ...

નવેમ્બર 6, 2024 9:46 એ એમ (AM)

views 18

નીતિ આયોગ આજથી 15 દિવસીય ‘જલ ઉત્સવ’ શરૂ કરશે.

જળ વ્યવસ્થાપન, સંરક્ષણ અને તેના સાતત્યપૂર્ણ ઉપયોગ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા ઊભી કરવા નીતિ આયોગ આજથી 15 દિવસીય 'જલ ઉત્સવ' શરૂ કરશે. પ્રધાનમોદી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી 3જી મુખ્ય સચિવોની પરિષદ દરમિયાન 'નાડી ઉત્સવ'ની તર્જ પર 'જલ ઉત્સવ'નો વિચાર રજૂ કર્યો હતો. નીતિ આયોગે જણાવ્યું કે, રાષ્ટ્રીય જલ જીવન મિશન, પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ, જલ શક્તિ મંત્રાલય સાથે ભાગીદારીમાં આજથી થી 24 નવેમ્બર દરમિયાન 20 મહત્વકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સમાં, જલ ઉત્સવનો અમલ કરવામાં આવી રહ્યો છે....

નવેમ્બર 6, 2024 9:31 એ એમ (AM)

views 39

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA)ના ટોચના નેતાઓ આજે મુંબઈમાં એક સંયુક્ત રેલીને સંબોધશે

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA)ના ટોચના નેતાઓ આજે મુંબઈમાં એક સંયુક્ત રેલીને સંબોધશે. એક પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના નેતા અતુલ લોંધેએ કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે શિવસેના ના વડા ઉદ્ધવ ઠાકરે અને NCP ના વડા શરદ પવાર પણ આ રેલીમાં હાજર રહેશે. આ મહિનાની 20મી તારીખે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા મુંબઈમાં MVA સાથીઓની આ પ્રથમ સંયુક્ત રેલી હશે.

નવેમ્બર 6, 2024 9:29 એ એમ (AM)

views 38

ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ત્રીસ નેતાઓને પક્ષમાંથી બરતરફ કર્યા

ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ત્રીસ નેતાઓને પક્ષમાંથી બરતરફ કર્યા છે. બરતરફ કરાયેલા નેતાઓમાં પલામૂથી ચંદ્રમા કુમારી, હજારી બાગથી કુમકુમદેવી, દુમકાથી જૂલી દેવી, લાતેહારથી બલવંતસિંહ, ખરસવાંથી અરવિંદ સિંહ, હજારી બાગથી બાકે બિહારી, બોકારોથી ચિત્રરંજન સાવ અને હજારી પ્રસાદ સાહૂ સામેલ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ બાબૂ લાલ મરાન્ડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ભાજપના આ નેતાઓને ઉમેદવારી પત્ર ભરવા તેમજ પક્ષના અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી લડ...

નવેમ્બર 6, 2024 8:56 એ એમ (AM)

views 22

અમેરિકાના લાખો નાગરિકોએ તેમના આગામી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે મતદાન કર્યું

અમેરિકાના લાખો નાગરિકોએ તેમના આગામી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિના પદ માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે. છ જુદા જુદા સમય ક્ષેત્ર પ્રમાણે અમેરિકાના વિવિધ ભાગોમાં મતદાન સંપન્ન થવાનો સમય પણ જુદો જુદો છે. કેંટુકી, ઇન્ડિયાના, સાઉથ કેરોલિના, વેરમોન્ટ, વર્જિનિયા અને જ્યોર્જિયામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ભારતીય સમય અનુસાર મતદાન પૂર્ણ થવાનો અંતિમ સમય આજે સવારે સાડા નવ વાગ્યાનો છે. દરમિયાન કેટલા...

ઓક્ટોબર 19, 2024 11:52 એ એમ (AM)

views 12

ઑક્ટોબર મહિનો બ્રેસ્ટ કૅન્સર જાગૃતિ મહિના તરીકે ઉજવણી કરવામાં આવે છે.

ઑક્ટોબર મહિનો બ્રેસ્ટ કૅન્સર જાગૃતિ મહિના તરીકે ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદ સિવિલ મેડિસિટીની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ- GCRI દ્વારા આ સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું રાજ્યવ્યાપી આયોજન કરાયું છે.જેના ભાગરૂપે આજે GCRI ખાતે લોક દરબારનું આયોજન કરાયું છે. જેમાં બ્રેસ્ટ કેન્સર સંદર્ભે મહિલાઓની ચિંતા, મૂંઝવણો અને તેમના પ્રશ્નોના જવાબ નિષ્ણાંત તબીબો દ્વારા આપવામાં આવશે.

ઓક્ટોબર 19, 2024 10:40 એ એમ (AM)

views 21

અમદાવાદ ખાતે ‘ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી

અમદાવાદ ખાતે 'ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ ગવઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં અંગદાન પ્રત્યે લોકજાગૃતિ કેળવવા ઉપર ભાર મૂકાયો હતો. 'અંગદાન થકી જીવનદાન'એજ સર્વશ્રેષ્ઠ દાન છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.. જ્યારે અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં લીગલ સિસ્ટમ અને લીગલ ફ્રેમવર્કની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનો મત સર્વોચ્ચ અદાલતના ન્યાયમ...

ઓક્ટોબર 19, 2024 8:53 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે. તેઓ 16મા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશના બ્રિક્સ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. કઝાનમાં યોજાનારા આ બ્રિક્સ સંમેલનનો વિષય વૈશ્વિક વિકાસ અને સલામતી માટે બહુ પક્ષવાદને મજબૂત કરવાનો છે. આ સંમેલન મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેએક મહત્વનું મંચ પૂરું પાડશે. તેમજ બ્રિક્સ દેશો દ્વારા શરૂ કરાયેલી પહેલની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને ભવિષ્યમાં સહયાગો માટે સંભવિત ક્ષેત્રોની ઓળખ કરવાની તક પણપૂરી પાડશે. વિદેશ મંત્રાલયે ...