નવેમ્બર 13, 2024 8:37 એ એમ (AM)

views 21

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે.

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. આ ચૂંટણીમાં 3 લાખ 10 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વાવ વિધાનસભા મતવિસ્તારના ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ મતદાન મથકો પર મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાન માટે ૩૨૧ બેલેટ યુનિટ, ૩૨૧ કન્ટ્રોલ યુનિટ અને ૩૨૧ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે .૨૩ નવેમ્બરનાં રોજ પરિણામ જાહેર થશે.

નવેમ્બર 13, 2024 8:27 એ એમ (AM)

views 11

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે દાદરાનગર હવેલીના સેલવાસ અને દીવની મુલાકાતે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઇ કાલથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવના ત્રણ દિવસના પ્રવાસે છે. શ્રીમતી મુર્મૂ આજે દાદરાનગર હવેલીની મુલાકાતે આવશે. તેઓ સેલવાસમાં નમો આરોગ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન ખાતે જશે, જ્યાં તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. શ્રીમતી મુર્મૂ સેલવાસમાં એક જાહેર સમારોહને સંબોધિત કરશે. દરમિયાન, રાષ્ટ્રપતિની દીવની મુલાકાત પૂર્વે તૈયારીઓ થઈ રહી છે. અમારા દીવના પ્રતિનિધી ભારતી રાવલ જણાવે છે કે, રાષ્ટ્રપતિ દીવ ખૂખરી સ્મારક અ...

નવેમ્બર 11, 2024 9:52 એ એમ (AM)

views 20

આજથી ધોરડો ખાતે કચ્છ રણોત્સવનો પ્રારંભ થશે

કચ્છના સફેદ રણ ધોરડોમાં આજથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થશે. જો કે, આજથી માત્ર ટેન્ટસિટી શરૂ કરવામાં આવશે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો – ક્રાફટ બજાર વિગેરે આગામી પહેલી ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 7.42 લાખથી વધુ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની સંભાવનાના પગલે પરમિટ માટે ચાર નવી ટીકીટ બારી શરૂ કરવામાં આવી છે. આ સાથે ભૂજ થી ધોરડો સુધી બસો દોડાવવાનું પણ આયોજન કરાયું છે.

નવેમ્બર 11, 2024 9:32 એ એમ (AM)

views 15

મુખ્યમંત્રી આજે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતભરમાં સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરુઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આ ખરીદીનો આરંભ કરાવશે. રાજ્યમાં અંદાજે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩ લાખ ૩૩ હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તે તમામ ખેડૂતો પાસેથી એક હજાર ૩૫૬ રૂપિયા અને ૬૦ પૈસા પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.

નવેમ્બર 11, 2024 8:53 એ એમ (AM)

views 23

પ્રધાનમંત્રી મોદી આજે વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યૂઅલ સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ખેડા જિલ્લાના વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી સમારોહમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. વડતાલમાં આવેલું સ્વામિનારાયણ મંદિર અનેક દાયકાઓથી લોકોના સામાજિક અને આધ્યાત્મિક જીવનની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી સ્વામિનારાયણના આદેશ પર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ અક્ષરાનંદ સ્વામીએ કરાવ્યું હતું. વડતાલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિ-શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે દેશ-હજારોની સંખ્યામ...

નવેમ્બર 9, 2024 10:42 એ એમ (AM)

views 21

પ્રથમ T20 માં ભારતે આફ્રિકાને 61 રને હરાવ્યું

દક્ષિણ આફ્રિકાના ડર્બન ખાતે ગઈકાલે રાત્રે રમાયેલ પ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં ભારતે દક્ષિણ આક્રિકાને 61 રનથી હરાવી ચાર મેચની શ્રેણીમાં 1-0ની લીડ પ્રાપ્ત કરી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરતાં ભારતે 20 ઓવરમાં 202 બનાવ્યા હતા. જેમાં સંજુ સેમસને 10 સિક્સની મદદથી 50 બોલમાં 107 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં 203ના લક્ષ્યનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમ 17.5 ઓવરમાં 141 રન પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ મેચ...

નવેમ્બર 9, 2024 10:33 એ એમ (AM)

views 25

રતન ટાટાની ચિરવિદાયને એક મહિનો થયો, તેમની ગેરહાજરી માત્ર રાષ્ટ્રમાં જ નહીં પરંતુ વિશ્વમાં વર્તાય છે : મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, સાચું નેતૃત્વ માત્ર વ્યક્તિની સિદ્ધિઓથી નહીં પરંતુ સૌથી વધુ નબળા લોકોની સંભાળ રાખવાની ક્ષમતા દ્વારા મપાય છે તે બાબત ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટાનુ જીવન યાદ અપાવે છે. એક રાષ્ટ્રીય દૈનિકમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, રતન ટાટાની ચિરવિદાયને એક મહિનો થઈ ગયો છે પરંતુ તેમની ગેરહાજરી માત્ર રાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સમાજના દરેક વર્ગમાં ઊંડે ઉંડે અનુભવાય છે. પ્રધાનમંત્રી કહ્યું કે, રતન ટાટાએ જે જીવનને સ્પર્શ્યું હતું અને જે સપનાઓને તેમણે ...

નવેમ્બર 9, 2024 10:23 એ એમ (AM)

views 25

વિશ્વ જાહેર પરિવહન દિવસ : ગુજરાત એસટી નિગમ ખરેખર આજના દિવસને સાર્થક કરી રહ્યું છે

આજે ૧૦ નવેમ્બર એટલે વિશ્વ જાહેર પરિવહન દિવસ છે. ત્યારે ગુજરાતનું એસટી નિગમ ખરેખર આજના દિવસને સાર્થક કરી રહ્યું છે. ગુજરાત રાજય પરવિહન નિગમ- એસ.ટી. તંત્ર દ્વારા રાજયના ૧૮ હજાર ૩૬૭ ગામડાઓ એટલે કે ૯૯.૩૪ ટકા ગામડાઓમાં મુસાફરોને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. એસ.ટી.નિગમની કુલ ૮ હજાર ૩૨૦ બસ દરરોજ ૪૨ હજારથી વધુ રૂટ ઉપર ૩૪ લાખ કિલોમીટરથી વધુ અંતરે મુસાફરોને પ્રવાસની સુવિધા પૂરી પાડે છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દીવ દમણ સહિતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એસ.ટી.ની બસ સેવાઓ વિસ્તરેલ...

નવેમ્બર 9, 2024 10:14 એ એમ (AM)

views 26

અમદાવાદમાં આજથી ડાંગની જડીબુટ્ટીઓ દ્વારા 10 રોગના નિવારણ માટે સારવાર

અમદાવાદ ખાતે આજથી ડાંગની અમૂલ્ય જડીબુટ્ટીઓ દ્વારા ૧૦ જેટલા રોગ નિવારણ માટે અંદાજે ૧૩૩ જેટલા પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો સારવાર આપશે. ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે અમદાવાદ હાટ- વસ્ત્રાપુર ખાતે આજથી ૧૪ નવેમ્બર દરમિયાન ‘પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન – વેચાણ’ મેળો યોજાશે. આ મેળામાં અંદાજે ૧૦૦ જેટલા સ્ટોલ શરૂ કરાશે. આદિવાસીઓના મહાનાયક, ક્રાંતિકારી લડવૈયા એવા બિરસા મુંડાની 15મી નવેમ્બરના રોજ ૧૫૦મી જન્મજયંતી ઉજવવામાં આવનાર છે. જેના ભાગરૂપે પરંપરાગત આદિવાસી ઔષધિય ચિકિત્સા પદ્ધતિ’ને પ્રોત્સાહિત કરવા આ મ...

નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM)

views 20

11 મીએ મુખ્યમંત્રી હિંમતનગરથી એકસાથે 160 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ...