ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM) ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM)

views 8

પીએમ મોદી આજે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય આ ઉત્સવમાં ઉત્તર-પૂર્વના તમામ આઠ રાજ્યોની સંસ્કૃતિ, કાપડ ઉદ્યોગ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. 250 થી વધુ કારીગરો અનન્ય હસ્તકલા, હેન્ડલૂમ અને 34 GI-ટેગવાળી વસ્તુઓ સહિત કૃષિ-બાગાયત ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ફેશન શો, ડિઝાઇન કોન્ક્લેવ, ખરીદનાર-વિક્રેતા બેઠકનું પણ આયોજન કરવામાં આવશે.

ડિસેમ્બર 6, 2024 10:57 એ એમ (AM) ડિસેમ્બર 6, 2024 10:57 એ એમ (AM)

views 8

રિવરફ્રન્ટ ખાતે રૂ. 750 કરોડના ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અંદાજે 750 કરોડથી વધુનાં ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. આ અંગે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર 500 કરોડ રૂપિયા અને મ્યુનિસિપલ કોર્પોરેશન 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ વિસ્તારને ડેસ્ટીનેશન સેન્ટર તરીકે વિક્સાવવાનું આયોજન છે. અહીં 300 રૂમની હોટલ ઉપરાંત એમ્ફી થિયેટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રિવરફ્રન્ટ ખાતેનાં ઇવેન્ટ સેન્ટર પાસેનાં પ્લોટમાં ચાર હજાર ચોરસ મીટરમાં કન્...

ડિસેમ્બર 4, 2024 8:36 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 8:36 એ એમ (AM)

views 9

કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વિશ્વ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું

કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વિશ્વ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભુજના આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને 2024ના વર્ષની શરૂઆતમાં વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થ...

ડિસેમ્બર 2, 2024 11:01 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 11:01 એ એમ (AM)

views 4

જૂનિયર એશિયા કપમાં ભારતે દક્ષિણ કોરિયાને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ હોકીમાં ગઈકાલે દક્ષિણ કોરિયાને 8-1થી હરાવી ભારત સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. પૂલ Aમાં ગઈકાલે દક્ષિણ કોરિયા સામેની મેચમાં ભારત તરફથી અર્શદીપ સિંહે હેટ્રિક અને અરિજીત સિંહ હુંદલે 2 ગોલ કર્યા હતા. જ્યારે ગુરજોત સિંહ, રોશન કુજુર અને રોહિતે એક-એક ગોલ કર્યા હતા. દક્ષિણ કોરિયા તરફથી એકમાત્ર ગોલ તાહ્યોન કિમે કર્યો હતો. આ જીત સાથે ભારત સેમીફાઈનલમાં પહોંચી ગયું છે, આવતીકાલે તેનો મુકાબલો મલેશિયા સાથે થશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે રમાશે.

ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM)

views 4

પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કરાયો

ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે. નવનિર્મિત જિલ્લો મહાકુંભ મેળા તરીકે ઓળખાશે. આગામી કુંભ મેળાના સંચાલન અને વહીવટને સુવ્યવસ્થિત કરવા આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો ઉદ્દેશ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથે માઘ મેળા 2024 દરમિયાન વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહાકુંભનો મેળો દર 12 વર્ષે એકવાર યોજાય છે, તે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીએ શરૂ થશે અને 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં મહાકુંભ એક સીમાચિહ...

ડિસેમ્બર 2, 2024 10:47 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:47 એ એમ (AM)

views 7

ઑક્ટોબરમાં યુપીઆઈ થકી રૂ. 16.15 અબજના નાણાંકીય વ્યવહાર થયા

યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ - UPIથી આ વર્ષે ઑક્ટોબર મહિનામાં 16 અબજ 15 કરોડના નાણાકીય વ્યવહાર થયા છે. માત્ર એક જ મહિનામાં UPIથી આ લેવડ-દેવડ થકી અંદાજે 23 લાખ 49 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. ગયા વર્ષે ઑક્ટોબર મહિનાની સરખામણીએ આ 45 ટકા વધુ છે. UPIને વર્ષ 2016માં નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરાયું હતું. તેણે એક જ મોબાઈલ એપ્લિકેશનમાં બહુવિધ બેંક ખાતાઓને એકીકૃત કરીને દેશના નાણાકીય ચૂકવણીના પારિસ્થિતિક તંત્રમાં ક્રાંતિ લાવી છે. UPIએ નાણાકીય વ્યવહારોને જો ઝડપી, સુરક્...

ડિસેમ્બર 2, 2024 10:40 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:40 એ એમ (AM)

views 12

ધારીને નગરપાલિકાનો દરજ્જો અપાયો

રાજ્યમાં હવે 160 નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. અમરેલી જિલ્લાની ધારીને નગરપાલિકાની રચનાનો દરજ્જો અપાયા બાદ હવે 'ડ' વર્ગની વધુ એક નગરપાલિકા બનશે. રાજ્યમાં હાલ 'અ' વર્ગની 22, 'બ'ની 30, 'ક'ની 60 અને 'ડ'ની 47 મળીને કુલ 159 નગરપાલિકાઓ છે. સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જુવાનપુરા-સદાતપુરા ગામનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવાનો પણ નિર્ણય કરાયો છે. અત્યારે કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં ધારી નગરપાલિકાનો ઉમેરો થશે. આ નિર્ણયને કારણે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલોપમેન્ટ ...

ડિસેમ્બર 2, 2024 10:32 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:32 એ એમ (AM)

views 2

હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું હતું. સુરત પોલીસ દ્વારા આ પહેલનું નામ 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌપ્રથમ વખત આ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ હવે સુરત પોલીસ આ અભિયાન થકી સમાજસેવાનું કાર્ય પણ કરશે. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજમાં ડ્રગ્સના બંધાણીઓને નશાની લતમાંથી છોડાવવ...

નવેમ્બર 30, 2024 9:46 એ એમ (AM) નવેમ્બર 30, 2024 9:46 એ એમ (AM)

views 8

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોની રોજગારીનું માધ્યમ : ગિરીરાજ સિંહ

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે એમ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું. સુરતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહ ગઈ કાલે જણાવ્યું હતું કે, સુરત આપબળે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગના વિકાસનું મોડેલ બન્યું છે. તેમણે ઉમેર્યું કે, અસંગઠિત ક્ષેત્રમાંથી આ ઉદ્યોગ સખત મહેનત અને સૂઝબૂઝથી સંગઠિત થયો છે અને હવે ઝડપથી પ્રગતિના પંથે આગળ વધ્યો છે. સિંહે ...

નવેમ્બર 28, 2024 9:30 એ એમ (AM) નવેમ્બર 28, 2024 9:30 એ એમ (AM)

views 6

ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમન્ત સૉરેન આજે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે.

ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમન્ત સૉરેન આજે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. ઝારખંડના રાજ્યપાલ સંતોષકુમાર ગંગવર બપોરે ચાર વાગ્યે રાંચીના મોરહાબાદી મેદાનમાં શ્રી સોરેનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. શ્રી સોરેને રાંચીમાં કહ્યું કે, ‘તેમણે સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પક્ષના નેતાઓને પણ આમંત્રિત કર્યા છે’