ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM)

views 18

કેન્દ્રીય અંદાજપત્રથી સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે, “આ વખતનું પહેલું કેન્દ્રીય અંદાજપત્ર એવું છે, જેમાં સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો છે.” સુરતમાં ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધતા તેમણે કહ્યું, “આ અંદાજપત્રથી ખેડૂતો અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ- MSMEને લાભ થશે. ગત 10 વર્ષમાં દેશમાં આત્મનિર્ભરતા વધી હોવાનું પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું.

ફેબ્રુવારી 1, 2025 9:34 એ એમ (AM)

views 104

આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રાજ્યની 66 નગરપાલિકા જુનાગઢ મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. તમામ રાજકીય પક્ષોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની નામોની જાહેરાત કરી દેવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા કોરા મેન્ડેડ આપી દેવામાં આવ્યા છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પહેલી ફેબ્રુઆરી છે. જ્યારે ઉમેદવારી પત્ર ચક...

ફેબ્રુવારી 1, 2025 8:39 એ એમ (AM)

views 28

આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. 2024માં ભાજપનાં અગેવાની હેઠળની બીજી સરકારમાં આ બીજું અંદાજપત્ર છે. દરમિયાન સુશ્રી સિતારમણે ગઈકાલે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણમાં રજૂ કર્યું  હતું જે મુજબ નાણાકીય વર્ષ 2025માં ભારતના વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન-GDPમાં 6.4 ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન છે અને નાણાકીય વર્ષ 2026માં આ વૃદ્ધિ 6.3 થી 6.8 ટકા વચ્ચે રહેવાની શક્યતા છે. આર્થિક સર્વેક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ઘરેલ...

જાન્યુઆરી 22, 2025 9:59 એ એમ (AM)

views 4

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે.

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે. દીકરીઓનાં રક્ષણ, શિક્ષણ અને સશક્તિકરણ માટે એક દાયકાનાં સતત પ્રયાસોની સફળતા પ્રસંગે આજે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સશસ્ત્ર દળો, અર્ધ લશ્કરી દળો, દિલ્હી પોલિસ, વિદ્યાર્થિનીઓ અને આંગણવાડી કાર્યકરો ભાગ લેશે. 10મી વર્ષગાંઠની ઉજવણી 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સુધી ચાલશે. રાજ્ય અને જિલ્લા સ્તરે પણ આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

જાન્યુઆરી 21, 2025 10:15 એ એમ (AM)

views 16

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ મુખ્ય મહેમાન બનશે

દિલ્હી ખાતે આ વર્ષનાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને સૈન્ય શક્તિનું શાનદાર પ્રદર્શન કરવામાં આવશે. તેમાં બંધારણ લાગુ થયાના 75 વર્ષ અને જનભાગીદારી પર વિશેષ રૂપથી ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આ વર્ષે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રાબોવો સુબિયાન્તો પરેડના મુખ્ય મહેમાન રહેશે. સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહે જણાવ્યું કે, કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય સશસ્ત્ર દળોની સાથે-સાથે ઇન્ડોનેશિયાનાં 160 સભ્યોની કૂચ ટુકડી અને 190 સભ્યોની બેન્ડ ટીમ પણ ભાગ લેશે. તેમણે જણાવ્યું કે, વિવિધ રાજ્...

જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM)

views 16

રાજ્ય સરકારે એક જ દિવસમાં વિવિધ વિકાસ કાર્યો માટે રૂ.605.48 કરોડ ફાળવ્યા

રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એક જ દિવસમાં વિવિધ વિકાસકાર્યો માટે 605 કરોડ 48 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ, નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા 40 કરોડ રૂપિયા, 13 નગરોમાં ગ્રંથાલય નિર્માણ માટે 39 કરોડ રૂપિયા, 22 નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન બનાવવા રૂપિયા 33 કરોડ, સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ, આઉટગ્રૉથ વિસ્તાર વિકાસ, શહેરી સડક યોજના, ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અને રેલવે ઓવરબ્રિજ માટે 493 કરોડ 48 લાખ રૂપિયા ફાળવાયા છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં શહેરની આગવી ઓળખના વિકા...

જાન્યુઆરી 21, 2025 8:52 એ એમ (AM)

views 3

રાજ્યભરમાં 25 જાન્યુ. સુધી શાળા સલામતી સપ્તાહ યોજાશે

રાજ્યભરમાં 25 જાન્યુઆરી સુધી “શાળા સલામતી સપ્તાહ-2025” યોજાશે. GSDMA એટલે કે, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સપ્તાહ અંતર્ગત ત્રણ હજાર જેટલી શાળાઓમાં ભૂકંપ, આગ અકસ્માત, પૂર, શૉર્ટ સર્કિટ જેવા વિષય ઉપર રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRF, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ- SDRF, અગ્નિશમન દળના સહયોગથી મોકડ્રીલનું પણ આયોજન કરાશે. દરમિયાન ઈન્ડિયન રેડક્રોસ, 108 ઇમરજન્સી એમ્બુલૅન્સના સહયોગથી આરોગ્ય વિષયક તાલીમ અને નિદર્શન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ...

જાન્યુઆરી 20, 2025 9:36 એ એમ (AM)

views 31

પ્રથમ ખો ખો વર્લ્ડ કપની જીતમાં ગુજરાતની ઓપિનાર ભીલારની મહત્વની ભૂમિકા

દિલ્હીમાં રમાયેલા પ્રથમ ખો ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે નેપાળને 78-40નાં નોંધપાત્ર સ્કોર સાથે પરાજય આપીને પ્રથમ વર્લ્ડ કપની વિજેતા બની હતી. ભારતીય ટીમના વિજયમાં મૂળ ડાંગનાં અને તાપીમાં DLSS તેમજ આર્ટ્સ એન્ડ કૉમર્સ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતાં ઓપિનાર ભીલારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

જાન્યુઆરી 20, 2025 8:29 એ એમ (AM)

views 19

કેન્દ્રીય મંત્રી નડ્ડાએ ગઈકાલે સિપેટ ખાતે અંશશોધન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ ગઈકાલે અમદાવાદમાં કેન્દ્રીય પેટ્રૉકેમિકલ્સ એન્જિનિયરિંગ અને ટેક્નોલૉજી સંસ્થાન- સિપેટ ખાતે અંશશોધન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સિપેટને ખેતી અને આરોગ્ય ક્ષેત્રમાં એડવાન્સ સંશોધન કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, સ્ટૅન્ડ-અપ ઇન્ડિયા કે નવાચારને આગળ વધારવાની યોજનાથી સિપેટને નવી ઊર્જા મળી છે.

જાન્યુઆરી 17, 2025 9:29 એ એમ (AM)

views 29

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 માઓવાદી માર્યા ગયા

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથે ચાલી રહેલી અથડામણમાં ઓછામાં ઓછા 12 માઓવાદીઓ માર્યા ગયા છે. બીજાપુર જિલ્લામાં તેલંગાણા સરહદ પર દક્ષિણ બસ્તરના જંગલોમાં ગઇકાલે સવારથી આ અથડામણ ચાલી રહી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, કોબ્રા બટાલિયન અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની સંયુક્ત ટીમ દક્ષિણ બસ્તરના જંગલોમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી. ગઇકાલે સવારથી સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે સમયાંતરે ગોળીબાર ચાલુ છે. બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને સ...