સપ્ટેમ્બર 15, 2024 10:12 એ એમ (AM) સપ્ટેમ્બર 15, 2024 10:12 એ એમ (AM)

views 11

ડાયમંડ લીગમાં નીરજ ચોપડાએ રજત જીત્યો

ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપડાએ ડાયમંડ લીગમાં રજત ચંદ્રક જીત્યો છે. શનિવારે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં નીરજ ચોપડાએ 87.86 મીટરનો થ્રો કર્યો હતો, જે તેમનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. તેઓ માત્ર 1 સેન્ટિમિટરના અંતરથી સુવર્ણ ચંદ્રક ચૂકી ગયા હતા. આ સ્પર્ધામાં પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા અંડરસન પીટર્સે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે જર્મનીના જૂલિયન વેબર ત્રીજા સ્થાને રહ્યા હતા. આ સતત ત્રીજી વાર છે કે, જ્યારે નીરજ ચોપડા ડાયમંડ લીગમાં ચંદ્રક જીત્યા છે.

ઓગસ્ટ 19, 2024 11:17 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:17 એ એમ (AM)

views 11

દેશની અંડર-18 મહિલા બાસ્કેટબોલ ટીમમાં રાજ્યની આહના જ્યોર્જનો સમાવેશ કરાયો

દેશની અંડર-18 મહિલા બાસ્કેટબોલ ટીમમાં રાજ્યની આહના જ્યોર્જનો સમાવેશ કરાયો છે. આહનાનો હંગરી ખાતે 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રમાનાર અંડર 18 વિશ્વકપ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર દેખાવ કરનાર આહનાએ ગત વર્ષ અંડર-16 ભારતીય ટીમમાં પણ સ્થાન મેળવ્યું હતું.

ઓગસ્ટ 19, 2024 11:16 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:16 એ એમ (AM)

views 15

મેડીકલ ડેન્ટલ સહિતની કોલેજમાં પ્રવેશ માટે પ્રોવીઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરાયું

મેડીકલ ડેન્ટલ સહિતની કોલેજમાં પ્રવેશ માટે પ્રોવીઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરાયું છે. આ યાદીમાં 22 હજાર 804 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. આ વિદ્યાર્થીઓને આગામી 29 ઑગસ્ટ સુધી ચોઈસ ફિલીંગ કરવા સૂચના અપાઈ છે. ઓલ ઇન્ડિયા ક્વોટાની પ્રક્રિયા 29 ઑગસ્ટે પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને સ્થાનિક ક્વોટામાં 30 અથવા 31 ઑગસ્ટે કોલેજની ફાળવણી કરાશે.

ઓગસ્ટ 6, 2024 10:48 એ એમ (AM) ઓગસ્ટ 6, 2024 10:48 એ એમ (AM)

views 9

રાજ્યમાં 14 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિના લાભ આપવામાં આવ્યા

રાજ્યમાં 14 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાના લાભ આપવામાં આવ્યા છે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે, રાજ્યમાં આદિજાતિ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ સુધીની શૈક્ષણિક યોજનાઓના લાભ ઉપલબ્ધ છે. 12 લાખ 84 હજાર 404 વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ અને 2 લાખ 49 હજાર 518 વિદ્યાર્થીને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના લાભ અપાયા છે. આદિજાતિ વિસ્તારોમાં જ્ઞાનકૂંજ પ્રૉજેક્ટ અને સ્માર્ટ ઇન્ટરેક્ટિવ બૉર્ડ યોજના હેઠળ 7 હજાર 408 સરકારી પ્રાથમિક શાળામાં 28 હજાર 12 સ્મ...

ઓગસ્ટ 5, 2024 2:47 પી એમ(PM) ઓગસ્ટ 5, 2024 2:47 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફિજીના બે દિવસીય પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફિજીના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. ફિજીના નાયાબ પ્રધાનમંત્રી વિલિયમ ગોવેકા અને પી.એસ. કાર્થિગેયાન તેમજ ફિજીમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમનું સ્વાગ કર્યું હતું. શ્રી મુર્મુ 6 અને 7 ઑગસ્ટ દરમિયાન વિવિધ રાજકીય કાર્યક્રમો ભાગ લેશે. તેઓ ફિજીના રાષ્ટ્રપતિ વિલિયમ કાતોનિવેરે અને પ્રધાનમંત્રી સિતિવેની રેબુકા સાથે દ્વીપક્ષીય વાટાઘાટો કરશે. શ્રી મુર્મુ ફિજીની સંસદમાં સંબોધન કરવા ઉપરાંત ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે.

ઓગસ્ટ 5, 2024 10:33 એ એમ (AM) ઓગસ્ટ 5, 2024 10:33 એ એમ (AM)

views 2

બાંગ્લાંદેશમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અંદાજે 90થી વધુના મોત, ઢાકામાં આજે વિદ્યાર્થીઓની વિશાળ રેલી

બાંગ્લાંદેશમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરાયેલા વિરોધપ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અંદાજે 90 લોકોના મોત થયા છે, મૃતકોમાં 13 પોલીસકર્મીઓ સામેલ છે. બાંગ્લાદેશમાં અનામતના વિરોધ અને હાલમાં થયેલા વિદ્યાર્થીઓના મોત મામલે વિદ્યાર્થીઓ સંગઠનોએ અસહકાર આંદોલન શરૂ કર્યું છે. જેને પગલે રાજધાની ઢાંકા સહિત દેશના કેટલાક ભાગોમાં તણાવ અને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. દેખાવકારો પ્રધાનમંત્રી શેખ હસિનાના રાજીનામાની માગ કરી રહ્યા છે. સરકારે ગઈકાલે ઢાંકા સહિતના કેટલાક ભાગોમાં કર્ફ્યૂ લાગુ કર્યો હતો. દરમિયાન વિદ્યાર્થ...

ઓગસ્ટ 2, 2024 3:04 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 3:04 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોના બે દિવસીય સંમેલનનો પ્રારંભ

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાજ્યપાલોનું બે દિવસીય સંમેલન આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે શરૂ થયું છે. આ સંમેલનમાં તમામ રાજ્યોના રાજ્યપાલ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,કેન્દ્રીય મંત્રી અમિત શાહ,ધર્મેન્દ્રપ્રધાન,શિવરાજસિંહ ચૌહાણ,અશ્વિની વૈષ્ણવ અને ડૉ મનસુખ માંડવિયા સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે. આ સંમેલનમાં નીતિ પંચના ઉપાધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ,પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે. બેઠકમાં નવા ફોજદારી કાયદાઓ...

ઓગસ્ટ 2, 2024 10:35 એ એમ (AM) ઓગસ્ટ 2, 2024 10:35 એ એમ (AM)

views 8

ગીર સોમનાથ જિલ્લાના ધામળેજ ખાતે દરિયા કિનારેથી પાંચ કરોડ 30 લાખ રૂપિયાનાં માદક દ્રવ્યો જપ્ત

ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કાંઠેથી વધુ એક વાર મોટી માત્રામાં માદક પદાર્થો મળી આવ્યા છે. ગઇ કાલે ગીર સોમનાથ SOG, FSL સહિતની ટીમોએ સુત્રાપાડાના ધામળેજ ખાતે દરિયાકિનારાથી પાંચ કરોડ 30 લાખ રૂપિયાનાં માદક દ્રવ્યો જપ્ત કર્યા છે ગઈ કાલે ગીર સોમનાથ એસ.ઓ.જી., પોલીસ ઇન્સ્પેક્ટર તથા પીએસઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસના કર્મચારીઓ સુત્રાપાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન મળેલી બાતમીનાં આધારે ધામળેજ ગામે સ્મશાન પાસે હુડવીયા પીરની દરગાહ જવાના રસ્તે દરીયા કિનારેથી દસ કીલો છસો ગ્રામ બિનવારસી ચરસના પેકેટો જપ...

જુલાઇ 22, 2024 11:19 એ એમ (AM) જુલાઇ 22, 2024 11:19 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કો વૈશ્વિક ધરોહર કેન્દ્ર માટે 10 લાખ ડોલરની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ધરોહર સમિતિના 46માં સત્રનું નવીદિલ્હી ખાતે ઉદ્ઘઘટન કર્યું. ભારત પહેલીવાર આ બેઠકની યજમાની કરી રહ્યું છે, જે 31 જુલાઈ સુધી ચલશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ યુનેસ્કો વૈશ્વિક ધરોહર કેન્દ્ર માટે 10 લાખ ડોલરના ભંડોળની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું આ ભંડોળનો ઉપયોગ વૈશ્વિક ધરોહરોની જાળવણીની દિશામાં ક્ષમતા વિકાસ તેમજ તકનિકી સહાય માટે ઉપયોગમાં લેવાશે. તેમણે ભાર પૂર્વક કહ્યું કે ભંડોળનો ઉપયોગ ખાસ કરીને દક્ષિણ એશિયાઈ દેશો માટે થશે. ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા શ્રી મોદીએ...

જુલાઇ 22, 2024 11:16 એ એમ (AM) જુલાઇ 22, 2024 11:16 એ એમ (AM)

views 11

રાજ્યમાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 84 કેસ નોંધાયા જેમાં 46 દર્દીઓ સારવાર હેઠળ

રાજ્ય અને જિલ્લા કક્ષાએ રોગચાળા નિયંત્રણ અને અટકાયતી માટે સઘન કામગીરી કરાઈ રહી છે. રાજ્યમાં એન્કેફેલાઈટીસના કુલ 84 કેસોમાંથી 46 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે 5 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય ટીમ દ્વારા કુલ 18 હજાર 729 ઘરોમાં સર્વેલન્સ કામગીરી કરાઈ છે. અત્યાર સુધીમાં એક લાખ 16 હજાર 205 કાચા ઘરોમાં ડસ્ટીંગ - સ્પ્રેઇંગ કામગીરી કરાઈ છે. દરેક કેસની રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ ત્વરીત ધોરણે GBRC ગાંધીનગર ખાતે મોકલી અપાયા છે. અગ્ર સચિવ તથા કમિશનર આરોગ્ય દ્વારા દૈનિ...