મે 22, 2025 11:22 એ એમ (AM) મે 22, 2025 11:22 એ એમ (AM)
5
નવા ત્રણ ક્રિમિનલ કાયદાનો હવે પુરા નામ સાથે ઉલ્લેખ કરાશે
ભારત સરકારના નવા ત્રણ ક્રિમિનલ કાયદાનો હવે પુરા નામ સાથે ઉલ્લેખ કરવામાં આવશે. તમામ ખાતાના વડાઓને પણ પત્ર વ્યવહાર કે કોર્ટ કાર્યવાહીમાં નવા કાયદાનું આખું નામ લખવા સુચન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડાને પણ સૂચના આપવામાં આવી છે કે કાનૂની કાર્યવાહી કે કોર્ટ કાર્યવાહી ઉપરાંત પત્ર વ્યવહારમાં નવા કાયદાનો પુરા નામ સાથે ઉલ્લેખ કરવામાં આવે. ભારતીય ન્યાય સંહિતા 2023 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 એમ ફરજીયાત ઉલ્લેખ કરવાનો રહેશે.