ઓગસ્ટ 12, 2024 10:49 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 10:49 એ એમ (AM)

views 8

NEET-PGની પરીક્ષા ગઇકાલે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ, ગુજરાતના દસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

રાજ્યભરમાં અનુસ્નાતક ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની NEET-PG પરીક્ષા ગઇકાલે યોજાઇ ગઈ. રાજ્યના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પ્રથમવાર આ પરીક્ષા બે પાળીમાં લેવામાં આવી હતી. આ પરીક્ષાનું આયોજન દેશભરના 170 શહેરો ખાતે મેડિકલ વિજ્ઞાન ક્ષેત્રે રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ – NBEMS દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાંથી 2.28 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી.

જુલાઇ 16, 2024 4:25 પી એમ(PM) જુલાઇ 16, 2024 4:25 પી એમ(PM)

views 9

નીટ પરીક્ષાના પેપર લિક કેસમાં હઝારીબાગમાંથી વધુ એક આરોપીની ધરપકડ

નિટ પેપર લીક કેસમાં સી.બી.આઈ, ગત રાત્રીએ દિલ્હીના હજારીબાગ ખાતેના ગેસ્ટ હાઉસમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી પાસેથી કેટલાક મહત્વપૂર્ણ પુરાવાઓ પણ હાથ લાગ્યા છે. હજારીબાગથી અત્યારસુધી પાંચ વ્યક્તિઓની ધરપકડ થઇ ચુકી છે.

જુલાઇ 12, 2024 9:57 એ એમ (AM) જુલાઇ 12, 2024 9:57 એ એમ (AM)

views 28

CBI એ નીટ-યૂજી પેપરમાં કથિત ગેરરીતિ મામલે વધુ એકની ધરપકડ કરી

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI એ નીટ-યૂજી પેપર લીક મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. રાકેશ રંજન ઉર્ફે રૉક્સી નામનો આ શખ્સ પેપર લીક કૌભાંડનો મુખ્ય આરોપી હોવાનું પોલીસનું માનવું છે. જેને 10 દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ મામલે કેન્દ્રીય તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે. જેમાં ઝારખંડના હઝિરાબાગની એક શાળાના પ્રિન્સિપાલ તેમજ વાઇસ પ્રિન્સિપાલ સામેલ છે. સીબીઆઈ અને વિવિધ રાજ્યોની પોલીસ આ પેપરલીક મામલે દેશવ્યાપી કાવતરાની દિશામાં તપાસ કરી રહી છે. સીબીઆઈએ આ મામલે જુદા જુદ...

જુલાઇ 9, 2024 10:42 એ એમ (AM) જુલાઇ 9, 2024 10:42 એ એમ (AM)

views 12

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થાને નીટ યુજી પેપર ગેરરિતી કેસમાં અહેવાલ નિર્દેશ કર્યો

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થા- એનટીએને નીટ યુજી પેપર ગેરરિતી કેસમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. અદાલતે સીબીઆઇને આ કેસમાં તેણે અત્યાર સુધી કરેલી તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ નિર્દેશ આપ્યો છે. અદાલતે એનટીએ, કેન્દ્ર સરકાર અને સીબીઆઇને આવતીકાલે તેમનાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસમાં વધુ સુનાવણી ગુરૂવારે થશે. નીટ યુજી પરિક્ષામાં ગેરરિતી અને અનિયમિતતા થઈ હોવાનો આક્ષેપ કરતી અને નવેસરથી પરિક્ષા લેવાનો નિર્દેશ આપવાની માંગણી કરતી સંખ્યાબંધ અરજીઓ પર મુખ્ય ન્યા...