ઓગસ્ટ 12, 2024 10:49 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 10:49 એ એમ (AM)

views 7

NEET-PGની પરીક્ષા ગઇકાલે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ, ગુજરાતના દસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

રાજ્યભરમાં અનુસ્નાતક ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની NEET-PG પરીક્ષા ગઇકાલે યોજાઇ ગઈ. રાજ્યના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પ્રથમવાર આ પરીક્ષા બે પાળીમાં લેવામાં આવી હતી. આ પરીક્ષાનું આયોજન દેશભરના 170 શહેરો ખાતે મેડિકલ વિજ્ઞાન ક્ષેત્રે રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ – NBEMS દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાંથી 2.28 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી.

જુલાઇ 18, 2024 2:06 પી એમ(PM) જુલાઇ 18, 2024 2:06 પી એમ(PM)

views 6

સર્વોચ્ચ અદાલતમાં અત્યારે NEET-UG 2024 વિવાદને લગતી અરજીઓની સુનાવણી ચાલી રહી છે

સર્વોચ્ચ અદાલતમાં અત્યારે NEET-UG 2024 વિવાદને લગતી અરજીઓની સુનાવણી ચાલી રહી છે. સોલિસિટર જનરલે અદાલતની ખંડપીઠને જણાવ્યું હતું કે, આ કેસમાં કેન્દ્રીય તપાસ સંસ્થા-સીબીઆઇએ કથિત પેપર લીક અને ગેરરિતી કેસમાં ગઈ કાલે સાંજે તેનો બીજો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડે જણાવ્યું કે, સીબીઆઇની તપાસ ચાલી રહી હોવાથી તેની માહિતી બહાર પાડવાથી તપાસ પર અસર થઈ શકે છે. તેમણે રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા-એનટીએને પરિણામમાં ટોચનાં 100માં સ્થાન પામેલા વિદ્યાર્થીઓની શહેર પ્રમાણેની વિગતો માંગી હ...