ડિસેમ્બર 28, 2024 6:13 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 6:13 પી એમ(PM)

views 15

મહારાષ્ટ્ર: ખુંખાર નક્સલવાદી દેવા સુમાદો મુદામે આત્મસમર્પણ કર્યું

સત્તાવાળાઓએ સાત લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે એવા ખુંખાર નક્સલવાદી દેવા સુમાદો મુદામે આજે મહારાષ્ટ્રના ગોંદીયા જિલ્લામાં પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લાનો રહેવાસી દેવા નાની વયથી નક્સલવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો. ગોદિંયા પોલીસ વડાની અપીલના પગલે તેણે આત્મસમર્પણ કર્યું છે.