ઓક્ટોબર 11, 2024 3:28 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 3:28 પી એમ(PM)

views 5

ગાંધીનગર: આજે મહાનવમી પ્રસંગે રૂપાલ ખાતે વરદાયિની માતાની પલ્લી નિકળશે

આજે નવરાત્રિનો નવમો અને અંતિમ દિવસછે. નવમાં નોરતે માં દુર્ગાના સિદ્ધ દાત્રીદેવીની આરાધનાનો મહિમા છે. માં સિદ્ધ દાત્રી અણિમા, મહિમા,ગરિમા, લધિમા, પ્રાપ્તિ,પ્રાકામ્ય, ઇશિત્વ અને વિશિત્વ આઠ પ્રકારની સિદ્ધિઓના દાતા છે. તેમનું વાહન સિંહ છે. આજે મહાનવમી પ્રસંગે મધ્ય રાત્રીએ ગાંધીનગરના રૂપાલ ખાતે વરદાયિની માતાની પલ્લી નિકળશે. માતાની આ પલ્લી પર ઘી ચઢાવવાની દાયકાઓની જૂની પરંપરા છે. જેમાં પાંચથી સાત લાખ દર્શનાર્થી ઉમટે તેવી શક્યતાને જોતા જિલ્લા વહીવટીતંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. જ્યારે રાજ્યના અન્યસ્થળોએ ...

ઓક્ટોબર 6, 2024 3:02 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 3:02 પી એમ(PM)

views 7

આજે નવલી નવરાત્રીનું ચોથું નોરતું, માતાજીનાં કુષ્માંડા સ્વરૂપની પૂજા થાય છે

નવલાં નોરતાંનો આજે ચોથો દિવસ છે. આજે માતાજીનાં કુષ્માંડા સ્વરૂપની પૂજા થાય છે. મા કુષ્માંડાના મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પતિ થઈ છે. માંના સ્વરૂપને આઠ ભૂજાઓ છે. તેમના હાથમાં કમંડળ, ધનુષ્યબાણ, કમળનું ફૂલ, અમૃત, કળશ, ચક્ર અને ગદા છે. તેઓ સિદ્ધિ પ્રદાન કરનારાં માતા છે. તેમનું વાહન સિંહ છે. માતાજીની આરાધનાથી આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. તો આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે ત્રીજા નોરતે અમદાવાદના ઘાટલોડિયા, સોલા, શીલજ, હેબતપુર, શેલા અને સિંધુભવન જેવા વિસ્તારમાં વિવિધ ગરબા મહોત્સવમાં ઉપસ્થ...