ઓક્ટોબર 11, 2024 7:28 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 7:28 પી એમ(PM)

views 81

ભોપાલમાં નવરાત્રિના પર્વની હર્ષોલ્લાસ અને પરંપરાગત રીતે ઉજવણી

મધ્યપ્રદેશના ભોપાલમાં નવરાત્રિના પર્વની હર્ષોલ્લાસ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ભોપાલના આ વર્ષે દોઢ હજારથી વધુ પંડાલોમાં માતાની સ્થાપના અને પૂજા કરવામાં આવી રહી છે. પંડાલોમાં અયોધ્યા ખાતેનું રામ મંદિર, અમરનાથ યાત્રા, પાકિસ્તાન ખાતેના હિંગળજ માતાજીના મંદિર સહિતની વિવિધ ઝાંખીઓ ભાવિકોને આકર્ષી રહી છે. વહીવટી તંત્રે દુર્ગા પૂજા અને દશેરા પર્વની ઉજવણી માટે વિશેષ વ્યવસ્થા કરી છે.

ઓક્ટોબર 6, 2024 7:17 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 7:17 પી એમ(PM)

views 6

ગાંધીનગર: મેયર મીરા પટેલે નવરાત્રી દરમિયાન સ્વચ્છતા જાળવવાનાં શપથ લેવડાવ્યા

ગાંધીનગર શહેરનાં મેયર મીરા પટેલે ગઈકાલે લોકોને નવરાત્રી દરમિયાન સ્વચ્છતા જાળવવાનાં શપથ લેવડાવ્યા હતા. કોબા ખાતે આવેલી સોસાયટીમાં ગરબા દરમિયાન મેયરે સોસાયટીના લોકોને નવરાત્રી દરમિયાન સ્વચ્છતા તો રાખીએ જ પણ પોતાના જીવનમાં પણ સ્વચ્છતાને અભિન્ન અંગ બનાવીએ તેવો અનુરોધ કર્યો હતો.

ઓક્ટોબર 6, 2024 3:15 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 3:15 પી એમ(PM)

views 6

વિસનગર: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગરબાનો પ્રારંભ કરાવ્યો

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સામાજિક સંસ્થા દ્વારા યોજાયેલા ગરબાનો પ્રારંભ કરાવ્યો હતો. જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવાય તે હેતુથી સંસ્થા દ્વારા આ ગરબાનું આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા મેડિકલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે 360 જેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારે મદદ પહોંચાડવામાં આવી છે.

સપ્ટેમ્બર 29, 2024 8:52 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2024 8:52 એ એમ (AM)

views 8

રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી

નવરાત્રિ શરૂ થવાને આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ આપી છે. જો કે મોડાં સુધી ગરબા ચાલુ રાખવાથી નજીકની હોસ્પિટલ કે કોઈ નાગરિકને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા તાકીક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સત્તાવાળાઓ દ્વારા નવરાત્રિ દરમિયાન સામાન્ય રીતે 12 વાગ્યા સુધી જ ગરબા રમવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. અમદાવાદ પોલીસે ગઈકાલે નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે, તે અનુસાર શહેર પોલીસે 3 ઓક્ટોબરથી 11 ઑક્ટોબર સુધી એટલે ...