માર્ચ 14, 2025 1:01 પી એમ(PM)
12
તામિલનાડુનાં બજેટમાં રૂપિયાનું પ્રતીક બદલવા બદલ મુખ્યમંત્રી સ્ટાલિનની આકરી ટીકા
તામિલનાડુમાં બજેટમાં રૂપિયાના પ્રતિકને બદલવાના ડીએમકેના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની ચારેકોરથી ટીકાઓ થઇ રહી છે..કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન દ્વારા ટ્વિટર પર એક પોસ્ટમાં મૂળ રૂપિયાના પ્રતીકને તમિલ રૂપિયા સાથે બદલવા બદલ ડીએમકે સરકારની ટીકા કરી છે. નાણામંત્રીએ ડીએમકે સરકાર પર રૂપિયાના પ્રતીકનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો, આ ચિહ્ન તેમના એક જ ધારાસભ્યના પુત્ર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ ડિઝાઇન યુપીએના સમયગાળા દરમિયાન સ્વીકારવામાં આવી...