માર્ચ 14, 2025 1:06 પી એમ(PM) માર્ચ 14, 2025 1:06 પી એમ(PM)

views 6

ટ્રેનના અપહરણમાં ભારતનો હાથ હોવાના પાકિસ્તાનનાં આરોપોને ભારતે પાયાવિહોણા ગણાવ્યા

તાજેતરમાં ટ્રેન અપહરણમાં ભારતનો હાથ હોવાના પાકિસ્તાનના આરોપોને ભારતે પાયાવિહોણા ગણાવ્યા છે. પાકિસ્તાનના આરોપો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત પાકિસ્તાનના પાયાવિહોણા આરોપોને સ્પષ્ટપણે નકારે છે. તેમણે કહ્યું કે આખી દુનિયા જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ક્યાં છે. પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાને પોતાની આંતરિક સમસ્યાઓ અને નિષ્ફળતાઓ માટે બીજાઓ પર આંગળી ચીંધવા અને દોષારોપણ કરવાને બદલે પોતાની અંદર જોવું જોઈએ.

સપ્ટેમ્બર 15, 2024 9:47 એ એમ (AM) સપ્ટેમ્બર 15, 2024 9:47 એ એમ (AM)

views 9

પીએમ મોદીના નેતૃત્વમાં આતંકને નિષ્ફળ બનાવવામાં અભૂતપૂર્વ સફળતા મળી : અમિત શાહ

આજે નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના/NSS કોન્ફરન્સ-2024 નું સમાપન સત્ર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપૂર્વ અને LWE પ્રભાવિત વિસ્તારોમાં આતંકને નિષ્ફળ બનાવવામાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. આ ઉપરાંત તેમણે DGsP અને વરિષ્ઠ અધિકારીઓએ નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવામાં અને ત્રણ નવા ફોજદારી કાયદાઓમાં કરવામાં આવેલી જોગવ...