જુલાઇ 31, 2024 11:03 એ એમ (AM) જુલાઇ 31, 2024 11:03 એ એમ (AM)
7
મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહિલાઓના સામર્થ્યને ઉજાગર કરવા માટે પહેલીથી આઠમી ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે
મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહિલાઓના સામર્થ્યને ઉજાગર કરવા માટે સમગ્ર રાજ્યમા દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલી થી આઠમી ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી મહિલાઓનું સન્માન કરાશે. આ સપ્તાહ દરમિયાન મહિલા સુરક્ષા રેલી, શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમ, હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓને દીકરી વધામણા કીટ વિતરણ, વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ વિતરણ, ...