જાન્યુઆરી 11, 2026 1:07 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા 2026 કાર્યક્રમે અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ નોંધણીઓ સાથે એક નવો વિક્રમ બનાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા 2026 કાર્યક્રમે અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ નોંધણીઓ સાથે એક નવો વિક્રમ બનાવ્યો છે, જે ગયા વર્ષના ગિનિસ વિશ્વ વિક્રમ 3.56 કરોડ નોંધણીને વટાવી ગયો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આ માહિતી શેર કરતાં જણાવ્યુ કે આ પહેલ વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત પરીક્ષા વાતાવરણને પ્રોત્સાહન આપતી રાષ્ટ્રવ્યાપી ચળવળમાં ફેરવાઈ છે. તેમણે "પરીક્ષા યોદ્ધાઓ" તરીકે ઓળખાતા વિદ્યાર્થીઓને આ વર્ષની આવૃત્તિમાં સક્રિયપણે જોડાવા અને પરીક્ષા નજીક આવતાની સાથે આત્મવિશ્...

જાન્યુઆરી 11, 2026 7:30 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાયા – પ્રધાનમંત્રીએ સોમનાથને પ્રેમનો સંદેશ આપનારું મંદિર ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિભાજનકારી તત્વોને હરાવવા માટે એક રહેવાની અપીલ કરી છે. પ્રભાસ પાટણમાં “સોમનાથ સ્વાભિમાન પર્વ” નિમિત્તે દેશવાસીઓને તેમના મૂળ સાથે જોડાયેલા રહેવા અને વિકસિત ભારત માટે ખભાથી ખભો મિલાવીને ચાલવા આહ્વાન કર્યું. પ્રધાનમંત્રીએ સોમનાથ સ્વાભિમાન પર્વને અતૂટ આસ્થા અને સમર્પણનો પર્વ ગણાવ્યો. તેમણે કહ્યું, આ માત્ર ઐતિહાસિક વૈભવનું જ પ્રતીક નહીં, પરંતુ તે સોમનાથ મંદિરની અનંત યાત્રાને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાની તક પણ છે. પ્રધાનમંત્રીએ કહ્યું, આપણી સભ્યતા આપણને બીજાને હરા...

ડિસેમ્બર 29, 2025 10:12 એ એમ (AM)

views 6

રાજ્યોને ઉત્પાદન અને વ્યવસાયમાં પ્રોત્સાહન આપવા હાકલ કરી : મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોને ઉત્પાદન અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા અને ભારતને વૈશ્વિક સેવાઓનું કેન્દ્ર હાકલ કરી છે. નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં રાષ્ટ્રીય ઉત્પાદન મિશન શરૂ કરશે. પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને આયાત પર નિર્ભરતા ઘટાડવા અને દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સ્થાનિક ઉત્પાદન માટે 100 ઉત્પાદનો ઓળખવા વિનંતી કરી. તેમણે રાજ્યોને તેમના ક્ષેત્રમાં ઓછામાં ઓછું એક વિશ્વ-સ્તરીય પર્યટન સ્થળ વિ...

જુલાઇ 9, 2025 8:47 એ એમ (AM)

views 13

પીએમ મોદીએ 2030 સુધીમાં બ્રાઝિલ સાથે $20 બિલિયનનો વેપાર લક્ષ્યાંક નક્કી કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી પાંચ વર્ષમાં બ્રાઝિલ સાથે દ્વિપક્ષીય વેપાર હાલના 12.2 અબજ ડોલરથી વધારીને 20 અબજ ડોલર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. બંને દેશોએ વધુ ભારતીય ઉત્પાદનોનો સમાવેશ કરવા અને ભારતીય નિકાસકારો માટે મોટું બજાર પૂરું પાડવા માટે મર્કોસુર વેપાર કરારનો વ્યાપ વધારવા માટે પણ સંમતિ દર્શાવી છે. શ્રી મોદીએ ભારતની જેમ જ બ્રાઝિલમાં ડિજિટલ ચુકવણી માટે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) શરૂ કરવામાં સહયોગની જાહેરાત કરી. શ્રી મોદીને બ્રાઝિલના સર્વોચ્ચ નાગરિક સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્ર...

મે 22, 2025 11:17 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યનાં 18 સહિત દેશના 103 અમૃત સ્ટેશનોનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે રાજસ્થાનના બીકાનેર ખાતેથી વર્ચ્યૂઅલ માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશનાં 103 અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે, જેમાં રાજ્યનાં 18 સ્ટેશનોનો સમાવેશ થાય છે. અંદાજે 160 કરોડ રૂપિયાના ખર્ચથી પુનઃવિકસિત કરાયેલા રાજ્યના આ સ્ટેશનોમાં ભવ્ય પ્રવેશદ્વાર, આધુનિક પ્રતીક્ષા ખંડ, અત્યાધુનિક લાઈટ, ડિજિટલ માહિતી વ્યવસ્થા અને દિવ્યાંગજનો માટેની અનુકુળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉ...

માર્ચ 17, 2025 9:29 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાયસીના ડાયલૉગની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાયસીના ડાયલૉગ 2025ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટૉફર લક્સન ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને તેઓ સંબોધન કરશે. આ રાયસીના ડાયલૉગ કાર્યક્રમ 19 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે “કાળચક્રઃ લોકો, શાંતિ અને પૃથ્વી” એ આ કાર્યક્રમની મુખ્ય વિષયવસ્તુ છે. કાર્યક્રમ દરમિયાન વિશ્વના નીતિ-નિર્માતાઓ અને ચિંતકો છ જેટલા મુખ્ય વિષય પર વિચાર-વિમર્શ કરશે. રાયસીના ડાયલૉગ ભારતની ભૂ-રાજનીતિ અને ભૂ-અર્થશાસ્ત્ર પરનો મુખ્ય કાર્યક્...

ફેબ્રુવારી 24, 2025 8:34 એ એમ (AM)

views 24

વિકસિત ગુજરાતના નિર્માણ માટે નાગરિકોને વરસાદી પાણીનો સંગ્રહ સાથે પર્યાવરણની જાળવણી કરવા મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતના નિર્માણમાટે વરસાદી પાણીનો સંગ્રહ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણને સહજ સ્વભાવ બનાવવા નાગરિકોને અપીલ કરી છે. અમદાવાદમાં ગઈકાલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદાના પાણીનું વિતરણ નેટવર્ક, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 24 કલાક વીજળીથી ગુજરાત દેશના વિકાસનું આદર્શ રાજ્ય બન્યું છે.” આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે ભારતમાં સેમિ-કન્ડક્ટરની પહેલી ચી...

ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM)

views 12

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે. આ દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાશે. તેમાં રાજ્યના 51 લાખ 41 હજારથી વધુ ખેડૂત પરિવારને એક હજાર 148 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે એમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. આ તરફ નવસારીમાં યોજાનારા કિસાન સન્માન સમારોહમા...

ફેબ્રુવારી 15, 2025 11:00 એ એમ (AM)

views 17

ફ્રાંસ અને અમેરિકાના પ્રવાસથી પ્રધાન મંત્રી મોદી પરત ફર્યા

ફ્રાન્સ અને અમેરિકાની મહત્વપૂર્ણ અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ભારત પરત ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની મુલાકાતે ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રીની અમેરિકાની આ પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી હતી. ગુરુવારે મોડીરાત્રે વ્હાઇટ હાઉસમાં ચાર કલાક સુધી દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી.

ફેબ્રુવારી 11, 2025 11:30 એ એમ (AM)

views 43

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે. આ સંવાદનો ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. તેઓ અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી મોદી આજે  કૃત્રિમ બુદ્ધિમતા  એક્શન સમિટની સહ-અધ્યક્ષતા  કરશે . આ પરિષદનો ઉદ્દેશ્ય કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરવાની સાથે જવાબદાર કૃત્ર...