જાન્યુઆરી 16, 2025 10:07 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 10:07 એ એમ (AM)

views 10

ફિલ્મ અભિનેતા સૈફઅલી ખાન પર હુમલો, ઘાયલ સૈફઅલી લીલાવતી હોસ્પિટલમાં દાખલ

ફિલ્મ અભિનેતા સૈફઅલી ખાન પર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના ગત મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ગત મોડી રાતના હુમલો થયો હોવાની વિગતો સામે આવી છે. ગત મોડી રાતના એક હુમલાખોરે તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેણે સૈફઅલી ખાન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ઘાયલ ફિલ્મ અભિનેતાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મુંબઈ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના ગત મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસ...

ઓક્ટોબર 1, 2024 10:40 એ એમ (AM) ઓક્ટોબર 1, 2024 10:40 એ એમ (AM)

views 12

અભિનેતા ગોવિંદાને ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગતાં ઘાયલ થયા છે. તેમને તેમની પિસ્ટલમાંથી નીકળેલી ગોળી વાગી છે. આ ઘટના મંગળવારે સવારે 4.45 બની હતી. ઓપરેશન કરીને તેમના પગમાં વાગેલી ગોળીને બહાર કાઢી લેવામાં આવી છે. હાલમાં ગોવિંદાની તબિયત સુધારા પર છે.

જુલાઇ 16, 2024 10:52 એ એમ (AM) જુલાઇ 16, 2024 10:52 એ એમ (AM)

views 12

મુંબઇમાં મરાઠા અનામત અંગે મહારાષ્ટ્રના મંત્રી છગન ભૂજબળ અને શરદ પવાર વચ્ચે બેઠક

નેતા અને મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે સોમવારે NCP ના વડા શરદ પવાર સાથે મુંબઈમાં બેઠક કરી હતી. શરદ પવારના નિવાસસ્થાને યોજાયેલી બેઠક અંગે બોલતા, શ્રી ભુજબળે કહ્યું કે તેમણે મરાઠા અનામત અને તેના પર ઓબીસીના વિરોધ અંગે શ્રી પવારની દરમિયાનગીરીની માંગણી કરી હતી. શ્રી ભુજબળે જણાવ્યું હતું કે જ્યારે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં મંડલ કમિશનની ભલામણોના અમલ કરવાના તેમના નિર્ણયનીપણ યાદ અપાવી હતી જેમાં શિક્ષણમાં અને સ્થાનિક ગવર્નિંગ બોડીઓની ચૂંટણીમાં ઓબીસી અનામતની દરખાસ્ત કરવામાં આવી હતી.