ડિસેમ્બર 14, 2024 1:02 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યસચિવોના ચોથા રાષ્ટ્રીય સંમેલનની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં મુખ્યસચિવોના ચોથા રાષ્ટ્રીય સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે. ત્રણ દિવસનું આ સંમેલન ગઈકાલે શરૂ થયું હતું, જેમાં રાજ્યોની સાથે ભાગીદારીમાં એક પરસ્પર વિકાસ કાર્યસૂચિ અને યોગ્ય કાર્યવાહીની રચના તૈયાર કરવા તેમજ તેને લાગુ કરવા પર ધ્યાન અપાશે. આ સંમેલનનો ઉદ્દેશ સહકારી સંઘવાદ પર ધ્યાન કેન્દ્રિત કરતાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઝડપી વૃદ્ધિ તેમજ વિકાસ હાંસલ કરવા માટે યોગ્ય સહયોગ સુનિશ્ચિત કરવાનો છે. સંમેલનમાં દરેક રાજ્યો અને કેન્દ્રશાસ...