જુલાઇ 26, 2024 8:20 પી એમ(PM)

views 9

કેન્દ્ર સરકાર અનાજના લઘુત્તમ ટેકાના ભાવ – MSP માં સતત વધારો કરી રહી છે

કેન્દ્ર સરકાર ખેડૂતોના કલ્યાણનેધ્યાનમાં રાખીને અનાજના લઘુત્તમ ટેકાના ભાવ – MSP માં સતત વધારો કરીરહી છે. કેન્દ્રિય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાજયસભામાં કૃષિ ઉપજોનાટેકાના ભાવો માટે કાનૂની બાંહેધરીને લગતા એક પૂરક પ્રશ્નના જવાબમાં આ મુજબજણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વર્ષ 2013માંબાજરીની MSP એક હજાર 250 રૂપિયા હતી જે હવે વધારીને બે બજાર 625 રૂપિયા જયારે મકાઇની MSP એક હજાર 310 રૂપિયાથીવધારીને  બે હજાર 225 રૂપિયા, ઘઉંની MSP એક હજાર 400 રૂપિયાથીવધારીને બે હજાર 275 રૂપિયા કરવામાં આવી છે.