ડિસેમ્બર 14, 2024 6:38 પી એમ(PM)

views 33

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ સાત પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ સોનગઢ તાલુકાના પીપળ ગામેથી 21 કરોડથી વધુના ખર્ચે સાત પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કરીને વિકાસની ભેટ આપી હતી. મોરબીના ત્રાજપર, માળિયા-વનાળીયા, જવાહરનગર તથા ભડિયાદ જિલ્લા પંચાયતમાં જે વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા તેનું આજે ક્રિષ્ના સિરામિક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એક કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલ લાયન્સનગર પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ચારેય ગ્રામ્ય વિસ્તારમાં કોમ્યુનીટી હોલ, ભૂગર્ભ...

નવેમ્બર 9, 2024 2:37 પી એમ(PM)

views 36

મોરબી: વિસ્મય ત્રિવેદીએ ટેબલ ટેનિસમાં રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક જીત્યો

મોરબી મેડિકલ કોલેજનો વિદ્યાર્થી વિસ્મય ત્રિવેદીએ ટેબલ ટેનિસમાં રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. તે બદલ વિસ્મયને મેડિકલ કોલેજના ડિન ડો. નિરજ કુમાર બિશ્વાસ સહિત સમગ્ર કોલેજ પરિવારે તથા વિદ્યાર્થીઓએ અભિનંદન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નવેમ્બર 9, 2024 2:32 પી એમ(PM)

views 33

મોરબી: બે દિવસીય નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન

મોરબીમાં શ્રી ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ખાતે આજે અને આવતીકાલે બે દિવસીય નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાયો છે. આ કેન્સર નિદાન કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને આજે સાંજે 4 થી 7 સુધી અને આવતીકાલે સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વિનામૂલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે.