જૂન 24, 2025 9:02 એ એમ (AM) જૂન 24, 2025 9:02 એ એમ (AM)

views 5

જામનગરના જીવાદોરી સમાન ડેમમાં નવા નીરની આવક

જામનગરમાં શ્રીકાર વરસાદ થતાં જામનગર શહેરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ અને અન્ય ડેમ તળાવમાં પાણીની સારી આવક થઇ છે. આ ડેમ ઓવરફ્લો થતાં જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા પ્રાચીન પરંપરા મુજબ શાસ્ત્રોતવિધિથી મેયર વિનોદ ખીમસૂરિયા હસ્તે નવા નિરના વધામણા કરવામાં આવ્યા હતા,

ઓગસ્ટ 29, 2024 10:52 એ એમ (AM) ઓગસ્ટ 29, 2024 10:52 એ એમ (AM)

views 7

રાજ્યમાં હજુ ભારેથી અતિભારે વરસાદનું જોર યથાવતઃ 238 તાલુકામાં હળવોથી અતિભારે વરસાદ

રાજ્યનાં 238 તાલુકામાં ગઇ કાલે સાંજે છ વાગ્યાથી આજે સવારના ચાર વાગ્યા સુધી હળવોથી અતિભારે વરસાદ પડ્યો છે. સૌથી વધુ 10 ઇંચ વરસાદ દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં પડ્યો છે. જ્યારે દ્વારકા, ખંભાળિયા અને અબડાસા તાલુકામાં આઠ-આઠ ઇંચ વરસાદ પડ્યો છે. 17 તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.રાજ્યમાં મોસમનો સરેરાશ 106 ટકા વરસાદ પડ્યો છે. સૌથી વધુ 127 ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 117 ટકા, દક્ષિણ ગુજરાતમાં 110 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 103 ટકા અને ઉત્તર ગુજરાત ઝોન...

ઓગસ્ટ 28, 2024 8:53 એ એમ (AM) ઓગસ્ટ 28, 2024 8:53 એ એમ (AM)

views 9

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં આજે પણ મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ વચ્ચે આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યના જે જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે, તેમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપરુ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા...