જૂન 24, 2025 8:58 એ એમ (AM) જૂન 24, 2025 8:58 એ એમ (AM)

views 7

રાજ્યમાં 24 કલાકમાં 164 તાલુકાઓમાં અતિભારેથી મધ્યમ અને હળવો વરસાદ ખાબક્યો

રાજ્યમાં છેલ્લા ચોવિસ કલાક દરમિયાન 164 તાલુકાઓમાં અતિભારેથી મધ્યમ અને હળવો વરસાદ વરસ્યો છે. ગાંધીનગરથી જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર સુરત જીલ્લામાં અતિભારે વરસાદ વરસ્યો છે. જેમાં છેલ્લા ચોવિસ કલાકમાં સુરત શહેરમાં લગભગ દસ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે કામરેજમાં આઠ ઇંચ જેટલો અને પલસાણામાં સાડા છ ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે સુરત અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડ દ્વારા બચાવવામાં આવ્યા હતા. અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ...

જુલાઇ 31, 2024 7:54 પી એમ(PM) જુલાઇ 31, 2024 7:54 પી એમ(PM)

views 7

રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર ઘટયું

રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર ઘટયું. આગામી બે દિવસમાં મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી સવારના છ વાગ્યાથી લઇને આજના સાંજના છ વાગ્યા સુધીમાં 79 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસ્યો છે. જ્યારે વલસાડના કપરાડામાં 17 મિલીમિટર અને કચ્છના ગાંધીધામ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 16-16 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યમા હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 30થી 40 કિ...

જુલાઇ 29, 2024 8:05 પી એમ(PM) જુલાઇ 29, 2024 8:05 પી એમ(PM)

views 10

રાજ્યના 203 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર આંકડા મુજબ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યમાં 203 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. તેમાં સૌથી વધુ સાડા સાત ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠાના પ્રાતિજમાં વરસ્યો હતો. સાબરકાંઠાના થુરાવાસ ગામે વીજળી ત્રાટકતાં એક શ્રમિકનું મોત થયું હતું, અને એક ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે બે શ્રમિકનો આબાદ બચાવ થયો હતો. મહેસાણાના વિસનગરમાં સવા છ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યાર...